Tuesday, April 18, 2023

આગામી લોકસભાની ચૂંટણી અંગેની તૈયારીઓને લઈ ચર્ચા કરાઈ, સંગઠન પ્રભારી સીતા નાયક અને દંડક વિજય પટેલ રહ્યાં હાજર | Preparations for the upcoming Lok Sabha elections were discussed, organization in-charge Sita Nayak and Dandak Vijay Patel were present | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dangs
  • Preparations For The Upcoming Lok Sabha Elections Were Discussed, Organization In charge Sita Nayak And Dandak Vijay Patel Were Present

ડાંગ (આહવા)3 કલાક પહેલા

  • કૉપી લિંક

ડાંગ જિલ્લા ભાજપ સંગઠનની બેઠકમાં આગામી દિવસોમાં આવનાર લોકસભાની ચૂંટણી અંગે સંગઠન પ્રભારી સીતાબેન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દંડક વિજય પટેલે સંગઠન મજબૂત કરવા કાર્યકર્તાઓને એકજુથ થઈ કમળને બહુમતી આપવા સક્રિય થવા હાકલ કરી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાંવીતે હાલ સરપંચથી લઇ વડાપ્રધાન સુધી ભાજપનો પરચમ લહેરાઈ ઉઠ્યો છે.

ત્યારે ડાંગ જિલ્લામાંથી પણ લોકસભાના ઉમેદવારને જંગી મતોથી વિજય બનાવી નરેદ્ર મોદીને સપ્રેમ ભેટ આપવા કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું. જિલ્લા સંગઠન પ્રમુખ કિશોર ગાવીતે રાજ્ય કેન્દ્રની વિવિધ વિકાસકીય યોજના જનજન સુધી પહોંચે તે માટે કાર્યકર્તાઓએ પોતે જવાબદારી ઉપાડી તેનો લાભ લાભાર્થીને મળે તેવા પ્રયાસ હાથ ધરવા આહવાન કર્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન મહામંત્રી હરિરામ સાવંતે કર્યુ હતું. જ્યારે આભારવિધિ રાજેશ ગામીતે આટોપી હતી. આ બેઠકમાં વિવિધ મોરચા, સંગઠન, મંડળના પ્રમુખો, મંત્રીઓ તાલુકા જિલ્લા પંચાયતના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…