સૌરાષ્ટ્ર-તમિલ સંગમના મહેમાનોને આવકારવા તૈયારીઓ; શિવરાજપુર બીચ ખાતે દરિયાઈ રમતનું આયોજન; સંકલન સમિતિની બેઠક | Preparations to welcome guests of Saurashtra-Tamil Sangam; Organizing sea sports at Shivrajpur Beach; Coordinating Committee Meeting | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Preparations To Welcome Guests Of Saurashtra Tamil Sangam; Organizing Sea Sports At Shivrajpur Beach; Coordinating Committee Meeting

દ્વારકા ખંભાળિયા6 કલાક પહેલા

  • કૉપી લિંક

સૌરાષ્ટ્ર તમિલ સંગમના મહેમાનોને આવકારવા તૈયારીઓ…
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ હેઠળ તમિલનાડુના બાંધવોને આવકારવા માટે લોકોના ઉત્સાહ સાથે સૌરાષ્ટ્રમાં તૈયારીઓ થઈ રહી છે. જેમાં દેવભૂમિ દ્વારકામાં દરરોજ 300 મહેમાનોને આવકારવા અને વિવિધ સ્થળોના દર્શન માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સ્થાનિક તંત્રએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર અશોક શર્મા અને પ્રવાસન નિગમના એમ.ડી. ડો. સૌરભ પારઘીએ આજે દ્વારકાની મુલાકાત લઈ, સ્થાનિક તંત્રને તમિલ સંગમના કાર્યક્રમ સંદર્ભે માર્ગદર્શન આપીને વિવિધ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી હતી. સૌરાષ્ટ્ર અને તામિલનાડુ વચ્ચે સાંસ્કૃતિક એક્ય છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી 1300 વર્ષ પહેલા સૌરાષ્ટ્રના લોકોએ હિજરત કરી હતી. સૌરાષ્ટ્રમાંથી તમિલનાડુમાં વસેલા સૌરાષ્ટ્ર તમિલ બાંધવો આજે પણ સૌરાષ્ટ્ર ગુજરાત સાથે નાતો ધરાવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના ગૌરવ સાથે સામાજિક સમરસતા અને સાંસ્કૃતિક સ્થળોના વિકાસ અને પ્રવાસન તીર્થ સ્થળોના વિકાસ સાથે ભારતના વિવિધ વિસ્તારો વચ્ચે રહેલી સાંસ્કૃતિક એકતાના અનુબંધો ઉજાગર થઈ રહ્યા છે. તમિલનાડુમાં વસતા તમિલ બાંધવોને આવકારવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

સોમનાથના બે દિવસના પ્રવાસ બાદ તા. 19 ના રોજ બપોરે તમિલનાડુના મહેમાનો દ્વારકા આવશે. દ્વારકામાં પરંપરાગત રીતે સ્વાગત તેમજ દ્વારકાધીશ ભગવાનના દર્શન, રુકમણી માતાજીના મંદિરે દર્શન, નાગેશ્વર દર્શન તેમજ શિવરાજપુર બીચ ખાતે વિવિધ રમતોમાં સહભાગી બનશે. આ ઉપરાંત સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળશે.

દરરોજ સોમનાથથી દ્વારકા દસ બસમાં 300 મહેમાનો આવશે અને તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રાત્રે ટ્રેનમાં મહેમાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા રવાના થશે. મહેમાનોને સગવડતા અનુકૂળતા મળી રહે માટે વિવિધ કચેરીઓ ના સંકલન સાથે જિલ્લા વહીવટી તંત્ર અને પ્રવાસન નિગમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તા. 28 સુઘી વિવિધ કાર્યક્રમ યોજાશે. રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા દ્વારા પણ સ્થાનિક પ્રશાસનને આ કાર્યક્રમની તૈયારી, વ્યવસ્થા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

દ્વારકા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી અધિકારીઓની મિટિંગમાં અધિક કલેક્ટર ભુપેશ જોટાણીયાએ મહેમાનોના ટુર શેડ્યુલ અને કરાઈ રહેલી વ્યવસ્થા અંગેની માહિતી આપી હતી. મીટીંગમાં ડીડીઓ એસ.ડી .ધાનાણી , પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, ડીવાયએસપી સમીર સારડા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર

તમિલનાડુના સૌરાષ્ટ્રવાસીઓ માટે દરિયાઈ રમતનું આયોજન…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમને લઈને ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. આજથી સદીઓ પહેલા સૌરાષ્ટ્રથી સ્થાયી થયેલા તમિલ સૌરાષ્ટ્રીયન એટલે કે મૂળ સૌરાષ્ટ્રવાસીઓ ગુજરાતના મહેમાન થવા જઈ રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવનાર મહેમાનો માટે શિવરાજપુરબીચ ખાતે રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ રમતો રમવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી યોજાઈ રહેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થનાર છે. આ સાથે બીચ રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેઓ શિવરાજપુર બીચ ખાતે જુદી-જુદી બીચ રમતો રમશે. શિવરાજપુર બીચ ખાતે રસ્સા ખેંચ, બીચ હેન્ડબોલ, બીચ ફૂટબોલ, બીચ વોલીબોલ, નાળિયેર ફેંક જેવી વિવિધ રમતો રમવામાં આવશે.

આગામી તા. 19 થી સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત મહેમાનો દ્વારકા ખાતે આવવાના છે. રેલવે સ્ટેશનખાતે સ્વાગત દ્વારકાધીશના મંદિરે દર્શન સહિતના કાર્યક્રમનું અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રમત ગમત વિભાગના સંકલનથી શિવરાજપુર બીચ ખાતે દરિયાઈ રમતનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને સ્થાનિક તંત્ર દ્વારા તેનું સંકલન પણ કરવામાં આવશે.

સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ…
ખંભાળિયામાં જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે શનિવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક કલેકટર અશોક શર્માના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા રજુ થયેલા પ્રશ્નોનો ત્વરિત સંતોષકારક નિકાલ કરવા લગત અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા. ત્યાર બાદ સંકલન સહ ફરિયાદ સમિતિના વિવિધ પ્રશ્નોનું નિવાસી અધિક કલેકટર ભુપેશ જોટાણીયા દ્વારા વાંચન કરવામાં આવ્યું હતું. જે અંગે ચર્ચા વિચારણા કરી બાકી રહેતા પ્રશ્નોનું તાત્કાલીક નિરાકરણ લાવવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લાં પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.આર પરમાર, ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ, સહિત સંકલન સમિતિના તમામ અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم