ભરૂચના લીંકરોડ પર આવેલ દબાણ રૂપ ટી સ્ટોલ બૌડા દ્વારા દૂર કરવામા આવ્યો | The pressure on Bharuch's link road was relieved by T Stall Bauda | Times Of Ahmedabad

ભરૂચએક કલાક પહેલા

  • કૉપી લિંક

ભરૂચ-અંકલેશ્વર અર્બન ડેવલોપમેન્ટ ઓધોરીટી દ્વારા અવાર નવાર ભરૂચ પંથકમાં દબાણ દુર કરવામા આવે છે, ત્યારે આજરોજ ભરૂચના શકિતનાથથી શ્રવણ ચોકડી તરફ જવાના રસ્તા પર આવેલ ગોપાલ ટી સ્ટોલ રૂપી દબાણને દૂર કરવામાં આવ્યું હતું. જૉકે મળતી માહીતી મુજબ દબાણ દુર કરતા પહેલા ટી સ્ટોલના કર્તાહર્તાને નોટિસો પાઠવવામાં આવી હતી છતાં દબાણ દુર કરવામા ન આવતા છેવટે બૌડા દ્વારા આ દબાણ દુર કરવામા આવ્યું હતું.

આ દબાણ દુર કરવા માટે પોલીસ બંદોબસ્ત સાથે બૌડાના અધિકારીઓ આજે વહેલી સવારે ગોપાલ ટી સ્ટોલ ખાતે પહોંચી ગયા હતા અને દબાણ દુર કર્યુ હતું. અત્રે નોંધવું રહ્યું કે, ભરૂચ નગર અને આસપાસના વિસ્તારોમાં રોડ ટચ જમીનના માલિકો આવી જમીનો ભાડે આપી દેતા હોય છે અને માસીક સારૂ એવું ભાડુ વસુલ કરતાં હોય છે આવા કિસ્સાઓમાં જેમણે ભાડે જમીન લઈ તેની પર દબાણરૂપ બાંધકામ કર્યુ હોય ત્યારે બૌડા દ્વારા સૌ પ્રથમ બે થી ત્રણ નોટિસો પાઠવવામાં આવે છે ત્યાર બાદ દબાણ દુર કરવામા આવે છે.

أحدث أقدم