ખાનગી કંપનીને એક વર્ષ પૂર્ણ થતા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું, કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું | A private company organized a blood donation camp on completion of one year, blood donation was done by the employees | Times Of Ahmedabad

ભાવનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

ઇલેક્શન કેરિયર રિસોર્સ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા શહેરના શિવાજી સર્કલ ગાયત્રીનગર રોડ વેદાંત ભવન ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું,

કંપનીના એક વર્ષ પૂર્ણ થતા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
હાલ ભાવનગર બ્લડ બેન્કમાં થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે લોહીની તાતી જરૂરિયાત છે જેના માટે અનેક સંસ્થાઓ દ્વારા રક્તદાન એકત્રિત કરી થેલીસેમિયા ગ્રસ્ત બાળકોને બ્લડ આપવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે શહેરના શિવાજી સર્કલ પાસે આવેલ ગાયત્રીનગર રોડ વેદાંત ભવન ખાતે ઇલેક્શન કેરિયર રિસોર્સ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના એક વર્ષ પૂર્ણ થતા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંપનીમાં કામ કરતા કર્મચારીઓએ પોતાનું અમૂલ્ય રક્તનું દાન કર્યું હતું, થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે રક્તદાન કરી પોતાની ફરજ અદા કરી હતી.

બોટલો એકત્રિત કરી બ્લડ બેંકમાં આપવામાં આવી
રક્તદાનનો મુખ્ય ઉદ્દેશ થેલેસમિયાગ્રસ્ત બાળકોને બ્લડની ખૂબ જ જરૂરિયાત રહે છે જે અંતર્ગત અમે 100થી વધુ બોટલો એકત્રિત કરી ને બ્લડ બેંકમાં આપવામાં આવે છે, લોકોએ રક્તદાન મહાદાનમાં સેવા આપી હતી, લોહીની જરૂરિયાત વિવિધ પ્રકારની સારવાર તથા આપાતકાલીન સમયે ખાસ પડે છે. રક્તદાન એ જીવલેણ બીમારીથી પીડાતા દર્દીઓને લાબું જીવાડવામાં મદદ કરે છે અને જટિલ મેડિકલ તથા સર્જીકલ પ્રોસિજરમાં પણ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે.

મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
આ રક્તદાન વેળાએ ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરસોત્તમ સોલંકીના સ્ટાફ, કોર્પોરેટર ઉષાબેન બધેકા, એડવોકેટ મિત્રો, ભાજપના કાર્યકર્તાઓ તથા કંપનીના કર્મચારીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post