Thursday, April 6, 2023

રાધનપુરના રાપરીયા હનુમાનજી ખાતે જન્મોત્સવની ઉજવણી અંતર્ગત શોભાયાત્રા નીકળી | A procession took place at Raparia Hanumanji in Radhanpur as part of the Janmotsav celebrations | Times Of Ahmedabad

પાટણ22 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાધનપુર રાપરિયા હામુમાનજી મંદીર આશ્રમ ખાતે હનુમાનજીદાદાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં યજમાન ભીખાભાઇ સાધુ દેવનગરના યજમાન પદે મારૂતિ યજ્ઞ યોજાઓ હતો.રાધનપુર ખાખી ચોક રામજી મંદિરથી શોભાયાત્રા નીકળી મહેસાણા હાઇવે રાપરીયા હનુમાનજી મંદિરે ધર્મસભામાં પરિવર્તી હતી.

ધર્મસભામાં વિશ્વ હિન્દુ પરિષદના ધીરજભાઈએ ચૌધરી બજરંગદળ ના મેવાભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા.હનુમાનજી જન્મોત્સવના ભોજન પ્રસાદના દાતા જીગર વિષ્ણુદાસ સાધુ,અખંડ જ્યોત ના દાતા સમાજના પ્રમુખ ચંદુભાઈ સાધુ,ધ્વજા રોહણના દાતા ભગવાનદાસ અને નટવરદાસ મસાલી મહાઆરતી શાંતિલાલ સાધુ ,દાદાના અંકુટ નરસિંહદાસ,અને મંડપ ભૂરાભાઈ શંખેશ્વર તરફથી દાન કરવામાં આવ્યું હતું.

તમામ સમાજના જન્મોત્સવના દાતા ઓ નું સન્માન કરવામાં આવ્યું હતું સમાજના મંત્રી લક્ષણદાસ સાધુ હરેશભાઇ સાધુએ સમગ્ર સમાજના યુવાનો વડીલોને આભાર વ્યક્ત કર્યો હતો. વઢિયાર વિભાગ રામાનંદી સાધુ સમાજના પ્રમુખ નાદુરસ્ત તબિયતના કારણે આવી નહીં શકતા સોસીયલ મીડિયા મારફતે શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.