વાન કે રિક્ષામાં આવનાર વિદ્યાર્થીઓનાં પરિણામ અટકાવી રાખ્યા, વાલીઓનાં હોબાળા બાદ સાન ઠેકાણે આવી | Results of students coming in vans or rickshaws were withheld, after parents' uproar, they arrived at San Thekne. | Times Of Ahmedabad

અમદાવાદ15 મિનિટ પહેલા

  • કૉપી લિંક

શાંતિ એશિયાટિક સ્કૂલની મનમાની ગત અઠવાડિયે જ સામે આવી હતી જેમાં સ્કૂલ વાન અને રીક્ષામાં આવતા વિદ્યાર્થીઓના પરિણામ અટકાવી રાખ્યા હતા ત્યારબાદ વાલીઓએ હોબાળો કર્યો હતો ત્યારે આજે ફરીથી પરિણામ રોકી રાખતા વાલીઓએ વિરોધ કર્યો હતો જેથી સ્કૂલે એક બાદ એક વાલીને બોલાવીને પરિણામ આપ્યા હતા.

શાંતિ એશિયાટિક સ્કૂલે વાન કે રીક્ષામાં સ્કૂલે આવતા 200 જેટલા વિદ્યાર્થીઓના પરિણામ અટકાવી રાખ્યા હતા.અગાઉ પણ ફરજિયાત સ્કૂલની બસમાં આવવા દબાણ કરવામાં આવ્યું હતું ત્યારે હવે ફરીથી પરિણામ અટકાવતા વાલીઓએ સ્કૂલ બહાર હોબાળો કર્યો હતો ત્યારે વાલીઓને 2 થી 3 કલાક બહાર ઉભા રાખ્યા બાદ એક બાદ એક સ્કૂલમાં બોલાવ્યા હતા.સ્કૂલ બસમાં આવવામાં શુ તકલીફ છે તર જાણીને પરિણામ આપ્યા હતા.

સમીર પઠાણ નામના વાલીએ જણાવ્યું હતું કે આજે અમને પહવાળા બહાર ઉભા રાખ્યા અને ત્યારબાદ અંદર બોલાવી સ્કૂલ બસમાં શા માટે બાળકને નથી મોકલવા તે અંગે પૂછ્યું ત્યારે અમે કહ્યું હતું કે અમારા ઘરેથી બસ દૂર લેવા આવે છે અને વાન ઘરે લેવા આવે છે.સ્કૂલે અમને ઘરની નજીક પોઇન્ટ કરવા કહ્યું છે પરંતુ ફરજિયાત ફરજ પાડશે તો અમે અમારા બાળકને સ્કૂલ બસમાં નહિ જ મોકલીએ.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post