Thursday, April 27, 2023

જૂનાગઢમાં સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો, જિલ્લાના ભાજપના ધારાસભ્યો અને સાંસદ હાજર રહ્યા | The program was held in Junagadh in the presence of CR Patil, BJP MLAs and MPs from the district were also present | Times Of Ahmedabad

જુનાગઢ18 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આગામી લોકસભાની 2024 થી ચૂંટણીને લઈને ભાજપ એકશન મોડમાં આવી ચૂક્યું છે. બુથ લેવલ મેનેજમેન્ટ અને સોશિયલ મીડિયામાં સરકારની જાહેરાતો અને યોજનાઓ અંગેની લોકો સુધી માહિતી કેમ પહોંચાડવી તે અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે માર્ગદર્શન આપ્યું હતું. જૂનાગઢના કૃષિ યુનિવર્સિટી ખાતે આજે યોજાયેલ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ હાજર રહ્યા હતા અને કાર્યકર્તાઓને ભાજપના મતદારો વધુને વધુ મજબૂત મનોબળ શક્તિ ભાજપ માટે કેળવાય તેવો મંત્ર આપ્યો હતો. બુથ લેવલ પર સારી રીતે યોજનાઓ અને લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે અંગે પણ બુથ લેવલ મેનેજમેન્ટ અને વોર્ડ પ્રમુખને જવાબદારીઓ સમજવાની અને ચિંતન કરવાની સલાહ આપી હતી. ઉપરાંત જે મત ભાજપને નથી મળ્યા તે અંગેના કારણો પણ શોધવા માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સૂચનાઓ આપી હતી અને જે મત ભાજપ નથી મળ્યા તે ભાજપ તરફી ફેરવવામાં શું કરવું જોઈએ તે અંગે પણ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું.

જુનાગઢ જિલ્લાના ભાજપના તમામ ધારાસભ્યો સાંસદ જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખો તેમજ બોહળી સંખ્યામાં કાર્યકર્તાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે આજે જુનાગઢ જિલ્લો અને જુનાગઢ મહાનગર બુદ્ધ સશક્તિકરણ અભિયાન ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતમાં કાર્ય શાળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેના ભાગરૂપે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે બુથ સશક્તિકરણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતુ અને આવનારા સમયમાં સોશિયલ મીડિયાના માધ્યમથી નમો એપના માધ્યમથી ,ટ્વીટરના માધ્યમથી, ફેસબુક, ના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ 21મી સદીના યુગમાં ટેકનોલોજીના આધારે લોકો સાથે કઈ રીતના જોડાઈને રહેવુ તે સોશિયલ મીડિયાના માધ્યમથી વધુમાં વધુ લોકોને ભારતીય જનતા પાર્ટી સાથે કઈ રીતે જોડી શકાય તે માટેનો આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું…

Related Posts: