શહેરમાં વર્કશોપ, ટ્રેઝર હન્ટ તેમજ રક્તદાન શિબિર સહિતના કાર્યક્રમો યોજાશે | Programs including workshops, treasure hunts and blood donation camps will be held in the city | Times Of Ahmedabad

ભાવનગર13 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વિશ્વ ધરોહર દિવસ તથા ભાવનગરના 300 વર્ષ પુરા થઈ રહ્યા છે તે નિમિતે INTACH ( ભાવનગર ચેપ્ટર) તથા બીજા સહયોગીઓ દ્વારા તા.22 અને 23ના રોજ ભાવનગરમાં અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
બે દિવસ દરમિયાન જુદા જુદા કાર્યક્રમો
તારીખ 22/4/23 ને શનિવારનાં રોજ સાંજે 4 થી 5:30 કલાક સુધી સાદુ પેચવર્ક અને રજાઈ શીખવાનો વર્કશોપ નિલમબાગ પેલેસ, ભાવનગર ખાતે રાખવામાં આવ્યો છે. જેમાં રજિસ્ટ્રેશન જરુરી છે. આ ઉપરાંત સાદુ ભરતકામ શીખવાનો પણ વર્કશોપ રાખવામાં આવ્યો છે. જેમાં પણ રજિસ્ટ્રેશન જરુરી છે. 6 મહિનાથી Intach દ્વારા તથા ડો. ગઢવીના સહયોગથી ભાવનગરનાં અમુલ્ય વૃક્ષોની માહિતિ મેળવવામાં આવે હતી. તેમાં જુદા જુદા વૃક્ષો પર લેબલ લગાડવાનું આયોજન કરેલ છે તે લેબલમાં QR CODE પણ લગાડેલ છે જેને સ્કેન કરીને અમૂલ્ય વૃક્ષોની માહિતી જાણી શકાય છે. જે અંગેનો કાર્યક્રમ તા.22/4ને શનિવાર સાંજે 6 કલાકે નિલમબાગ પેલેસ ખાતે રાખેલ છે.
રક્તદાન શિબિરનું આયોજન
તા.23-4-23ને રવિવારનાં સવારે 7 કલાકે મોતીબાગ ટાઉનહોલથી રાજ-સમાધિ ભાવનગર સુધી “ટ્રેઝર હન્ટ” (Treasure Hunt)નું ભાવનગરની દરેક શાળા તથા કોલેજના વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોઈ ફી નથી. જોકે, રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. તા.22-4-23ને રવિવાર નાં સવારે 10 કલાકથી સાંજનાં 5 કલાક સુધી ખોડિયાર મંદિર, રાજપરા ભાવનગર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ સમગ્ર આયોજન રાજકુમારી બિજેશ્વરીકુમારી ગોહિલ, ડો.તેજસ દોશી, અનિશા સમા અને જલ્પા પંડ્યાના માર્ગદર્શન નીચે થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم