الثلاثاء، 11 أبريل 2023

ગોઘરા-કલાલ દરવાજા પાસે આવેલા ઉકરડામાં અજગર દેખાતા ફફડાટ; રેસ્કયુ ટીમ દ્વારા પકડીને સલામત રીતે છોડી દેવાયો | A python-looking flutter in the ukara near the Goghra-Kalal door; Caught by the rescue team and released safely | Times Of Ahmedabad

પંચમહાલ (ગોધરા)22 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગોધરા શહેરના કલાલ દરવાજા પાસે આવેલા રવી કોર્પોરેશન પાસે એક ઉકરડામાં અજગર દેખાઈ દેતા આજૂબાજૂમાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જેથી ગોધરા નગરપાલિકાના સ્થાનિક સભ્ય દીપેશ ઠાકોરે આ ઘટનાની જાણ થતા તેમણે તાત્કાલિક ગોધરા શહેરમાં પશુ અને સરીસૃપ માટે જીવદયાનું કામ કરતા હરિવદન રાઠોડને આ ઘટનાની જાણ કરી હતી. જેથી તેઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી અને અજગરનું રેસ્ક્યુ કરી સહીસલામત રીતે સામલીના જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો.

ગોધરા શહેરના કલાલ દરવાજા પાસે આવેલા રવિ કોર્પોરેશન પાસે એક ઉકરડામાં પાંચ ફૂટનો અજગર હોવાથી તેને બહાર લાવવો સહેલો નહોતો. જેથી ગોધરાના હરીવદન રાઠોડે ભારે જહેમત બાદ અજગરને પકડી લીધો હતો. અજગરની વાત ગોધરા શહેરમાં થતા લોકટોળા મોટી સંખ્યામાં ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારે સ્નેકકેચર દ્વારા ભારે જહેમત બાદ અજગરનું રેસ્ક્યુ કર્યા બાદ પકડવામાં આવ્યો હતો અને ત્યારબાદ સામલીના જગલમાં સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવ્યો હતો. જો કે આજે બપોરે બનેલી આ ઘટનાથી શહેરીજનોમાં ભારે ફફડાટ અને ભય પણ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.