- Gujarati News
- Local
- Gujarat
- Navsari
- Asphalt Of Newly Constructed Road From Kalia Wadi In Navsari To Grid Road Melted, R&B Department Said This Happened Due To Less Dust
નવસારીએક કલાક પહેલા
- કૉપી લિંક
કાળઝાળ ગરમી હાલમાં પડી રહી છે જેના કારણે સૌ કોઈ ત્રસ્ત છે ત્યારે ગરમીના ઊંચા જતા પારાને કારણે નવસારીના કાલિયા વાડીથી ગ્રીડ રોડ જતા નવનિર્મિત રોડનો ડામર પણ પીગળી ગયો હતો. જેને કારણે ટુવ્હીલર અને પગપાળા જતા લોકોને સાવચેતીપૂર્વક ત્યાંથી પસાર થવાની ફરજ પડી હતી.

આ રસ્તો માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવ્યો છે. જેમાં ગઈકાલે ડામર પાથરીને તેના ઉપર ડસ્ટ નાખવામાં આવી હતી પરંતુ ડસ્ટનું કોટિંગ યોગ્ય રીતે ન થતા નવ નિર્મિત માર્ગ પર નખાયેલું ડામરનું પડ પીગળી ગયું હતું. જેથી વાહનચાલકોને સાચવીને વાહન હાકવાની ફરજ પડી હતી. માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે, આવતીકાલે ડસ્ટ નાખી આ સમસ્યા હલ કરવામાં આવશે.

આ રોડ શહેરને હાઇવે સાથે જોડે છે જેથી તેની ગુણવત્તાને લઈને પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે. માર્ગ મકાન વિભાગ દ્વારા નવ નિર્મિત યોગ્ય રીતે ડસ્ટિંગ થયું હોત તો આ પ્રશ્નો ઉપસ્થિત થયો ના હોત તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. ગરમી વધુ છે કે રોડ હલકી ગુણવત્તા વાળો બન્યો છે તે તપાસનો વિષય છે.
