- Gujarati News
- Local
- Gujarat
- Amreli
- Rajula And Three Doctors From Jafarabad Government Hospitals Will Be Reported To The Collector Today After They Were Caught Practicing In A Private Hospital.
અમરેલી41 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ તાલુકાની ખાનગી હોસ્પિટલમાં તપાસ હાથ ધરી ભાવનગર અને અમરેલી આરોગ્ય વિભાગની ટીમે ત્રણ સરકારી હોસ્પિટલના ડોકટરોનો પ્રેકટિસ કરતા ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર મામલે નિવેદનો લેવાયા બાદ હવે આરોગ્ય વિભાગ દ્વારા આગળની કાર્યવાહી માટે જિલ્લા કલેકટરને આજે રિપોર્ટ સોંપવાામં આવશે.

ભાવનગર અને અમરેલી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગઈકાલે રાજુલા સિવિલમાં નોકરી કરતા ડો. મહેશ કાતરિયા અને ડો. ભૂમિકા કડિયાને રાજુલાની સમર્પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખાનગી પ્રેકટિસ કરતા ઝડપી પાડ્યા હતા. જ્યારે જાફરાબાદની સરકારી હોસ્પિટલના તબીબ શૈલેષ કળસરિયા રાજુલાની સદવિચાર નામની ખાનગી હોસ્પિટલમાં ખાનગી પ્રેકટિસ કરતા મળી આવ્યા હતા.આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે જરુરી લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા.

ડો. શૈલેષ કળસરિયા
આ મામલે ત્રણેય ડોકટરોને નોટિસ આપવામાં આવી છે. જિલ્લા આરોગ્ય અધિકારીને તપાસ સોંપવામાં આવતા આરોગ્ય અધિકારી તપાસ કરી આજે અમરેલી જિલ્લા કલેકટરને રિપોર્ટ સોંપશે.

ડો. મહેશ કાતરિયા

ડો. ભૂમિ કડિયા