અમદાવાદ23 મિનિટ પહેલા
- કૉપી લિંક

હાલમાં ચાલી રહેલ IPLની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં બુકીઓ પોલીસના નિશાને આવ્યાં છે. અમદાવાદમાં પોલીસે પાંચ બુકીઓને ઓનલાઈન સટ્ટો રમાડતાં રંગે હાથ પકડીને તેમની અટકાયત કરી હતી. પોલીસે મોબાઈલ સહિત 75 હજારનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગઈકાલે RCB અને KKR વચ્ચે ચાલી રહેલી ક્રિકેટ મેચનો સટ્ટો રમતા લોકોની પોલીસને બાતમી મળી હતી. પોલીસે બાતમીને આધારે દરોડો કરીને પાંચ આરોપીઓને કોર્ડન કરી લીધા હતાં. પાંચેયના મોબાઈલમાં play exchange backend તથા metrixexch9 નામની એપ્લિકેશનના સુપર માસ્ટર આઈડીથી સટ્ટો રમાતો હોવાનો રેકોર્ડ જોવા મળ્યો હતો. પોલીસે અલ્પેશ ઉંઝા, જીગર ભાંભોર, કિશન ઠક્કર, જીગર ગોર અને હાર્દિક લેમનની અટકાયત કરી હતી. તેમની પાસેથી મોબાઈલ સહિત 75 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સટોડિયાઓ પાલડીમાં વિકાસ ગૃપ પાસેના એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ઉભા રહીને મોબાઈલથી ઓનલાઈન સટ્ટો રમાડતાં હતાં.
અમદાવાદ શહેરમાં ipl શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં સંખ્યાબંધ લોકો ઓનલાઇન ગેમ લિંગ ના રવાડે ચડ્યા છે જેમાં વિદેશની ધરતીમાં સટોડીયાઓ અલગ અલગ મારફતે ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડી રહ્યા છે આ સંદર્ભે અલગ અલગ એજન્સીઓ તપાસ કરીને કરોડોના હિસાબ ખોલ્યા છે.