સ્ટેમ્પ ડ્યુટી ચુકવવાના વિવિધ માધ્યમોનો પ્રચાર-પ્રસાર કરી લોકો-અરજદારોને અવગત કરાવવા માંગ | A request to publicize the various means of paying stamp duty and inform the public-applicants | Times Of Ahmedabad

ભાવનગર35 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સ્ટેમ્પ ડ્યુટી ચુકવવા માટે હાલમાં અલગ અલગ માધ્યમો અમલમાં છે જેમાં નોન-જ્યુડિશિયલ ફિઝિકલ સ્ટેમ્પ પેપરોનું વેચાણ સરકાર દ્વારા ગત તા.1-12-2019 થી બંધ કરવામાં આવ્યું હતું આ સિવાય હાલમાં ફ્રેન્કીંગ પધ્ધતિ, ઈ-સ્ટેમ્પીંગ તથા ઈ-પેમેન્ટ પધ્ધતિ અમલમાં છે ત્યારે સરકારે ફ્રેન્કીંગ પધ્ધતિ આગામી તા.31-3-2025 સુધી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે તેમજ તા.15-4-2023થી એક ડોક્યુમેન્ટ માં રૂ.10,000ની મર્યાદા નક્કી કરવામાં આવી છે આ સ્ટેમ્પ ડ્યુટી ચલણ અંગે અરજદારોમા અવરનેસ અકબંધ રહે એવાં પ્રયત્નો સાથે પ્રચાર-પ્રસાર અમલમાં મૂકવા મદદનીશ નોંધણી સર નિરીક્ષકને રવાના કરવામાં આવી છે.
અરજદારોનો ભારે ઘસારો રહેવાની શક્યતા
મિલ્કત ધારકો દ્વારા પ્રોપર્ટીઓ જમીન-મકાન સહિતના એકમોમાં લે-વેચાણ માટે તા.15 એપ્રિલ 2023 થી સરકાર દ્વારા જંત્રી ભાવમાં વધારાનો અમલ કરવામાં આવશે, જેને પગલે તા.14 એપ્રિલ 2023 સુધી સ્ટેમ્પ ડ્યુટી ચુકવવા માટે અરજદારોનો ભારે ઘસારો રહેવાની શક્યતા છે આ માટે તા.14-4-2023 સુધી ફ્રેન્કીંગ પધ્ધતિ કોઈ પણ મર્યાદા વિના ઉપલબ્ધ છે આ સિવાય દરેક સબ રજીસ્ટ્રાર કચેરીઓ સહિત અનેક સ્ટેમ્પ વેન્ડર નોટરી ચાર્ટડ એકાઉન્ટન્ટ કંપની સેક્રેટરી પાસે ઈ-સ્ટેમ્પીંગ કેન્દ્રો હાજર છે તથા નોંધણીપાત્ર દસ્તાવેજો માં સ્ટેમ્પ ડ્યુટી ચુકવવા માટે ઈ-પેમેન્ટ પધ્ધતિ મોજુદ છે.

નાયબ નોંધણીસર નિરીક્ષકને રજૂઆત કરાઈ
આ સ્ટેમ્પ ડ્યુટી ચુકવવાના માધ્યમો વિશે જિલ્લા-તાલુકાના દસ્તાવેજ સાથે સંકળાયેલા અરજદારોને તથા જાહેર જનતાને સ્ટેમ્પ ડ્યુટી ચુકવવાના માધ્યમો અંગે અવગત કરાવવા વિવિધ માધ્યમોનો પ્રચાર પ્રસાર અંગેની કાર્યવાહી સ્થાનિક કક્ષાએ, વર્તમાન પત્રો, નોટિસ બોર્ડ સહિતના માધ્યમોમાં પ્રકાશિત કરવાની માંગ કરાઈ છે જેથી દસ્તાવેજ નોંધણી કરાવવામાં કોઈ તકલીફ ન પડે અવ્યવસ્થા કે ગેરરીતિઓનો અવકાશ ન રહે તેવી રજૂઆત નાયબ નોંધણીસર નિરીક્ષક ગાંધીનગરને કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post