ભરૂચ31 મિનિટ પહેલા
- કૉપી લિંક
ભરૂચના પાંચબત્તીથી સેવાશ્રમ થઈ શક્તિનાથ સુધીનો 900 મીટરનો 2.95 કરોડનો માર્ગ સોમવારથી એક મહિના માટે પેવર બ્લોક નાખવાની કામગીરીને લઈ વન વે જારી કરાયો છે. ભરૂચના સેવાશ્રમ રોડ પર વર્ષોથી વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાથી વેપારીઓ, દુકાનદારો, વાહન ચાલકો અને રાહદારીઓને છુટકારો અપાવવા આ માર્ગ પેવર બ્લોકનો બનાવવા નિર્ણય લેવાયો હતો.
અગાઉની RCC નું કામ બદલી તેને હેવી પેવર બ્લોકની મંજૂરી અપાઈ હતી. જેનું ખતમુહુર્ત ફેબ્રુઆરીમાં કરાયું હતું. 900 મીટરનો રૂપિયા 3 કરોડના ખર્ચે આ સૌથી મોંઘો માર્ગ બનવા જઈ રહ્યો છે. જેમાં વરસાદી પાણીના નિકાલ માટે અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. હવે આ માર્ગ પર પેવર બ્લોક બેસાડવા ભરૂચ પાલિકા મુખ્ય અધિકારી, એ ડિવિઝન પી.આઈ. નો અભિપ્રાય લેવાયો હતો. જે બાદ જિલ્લા નિવાસી અધિક કલેકટર આર.એન.ધાંધલ દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. પાંચબત્તીથી સેવાશ્રમ થઈ શક્તિનાથ રેલવે ક્રોસિંગ સુધીનો માર્ગ પેહલી મે થી 31 મે સુધી વન વે કરાયો છે. એટલે કે પાંચબત્તી તરફથી લોકો આ માર્ગ પર થઇ શક્તિનાથ આવી શકશે. જ્યારે શક્તિનાથથી પાંચબત્તી જવા ગીતા પાર્ક થઈ સિવિલ રોડ થઈ પસાર થઈ શકશે.