Friday, April 28, 2023

કડીના દડી સર્કલ પાસે મુખ્ય માર્ગ પર ભુવો પડતા વાહન ચાલકો પરેશાન; સ્થાનિકોએ પથ્થર મૂકી આડસ કરી | Roadblocks on the main road near Kadina Dadi Circle upset motorists; The locals put stones and blocked it | Times Of Ahmedabad

કડી5 કલાક પહેલા

  • કૉપી લિંક

કડીના કલ્યાણપુરા રોડ ઉપર આવેલી દડી સર્કલ પાસે એકાએક મુખ્ય માર્ગ પર જ ભુવો પડતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા. જ્યાં સ્થાનિકોએ ભુવાની આજુબાજુ પથ્થરો મૂકીને આડસ ઉભી કરી હતી. જ્યાં સામાન્ય વરસાદ પડવાની સાથે જ શહેરમાં મુખ્ય માર્ગો ઉપર ભૂવો પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો હતો.

કડી શહેર વિકાસના પંથે દિવસેને દિવસે આગળ વધી રહ્યું છે. જ્યાં પાલિકા અને તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નવા ડામોરના રોડો બનાવવામાં આવી રહ્યા છે. ત્યાં ક્યાંક ને ક્યાંક તંત્રની ખામી રહી જતી હોય તેવું કડી શહેરની અંદર જોવા મળી રહ્યું છે. જ્યાં કડી શહેરથી કલ્યાણપુરા રોડ તરફ જતા દડી સર્કલની બાજુમાં જ મુખ્ય માર્ગ ઉપર ભુવો પડતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા અને સ્થાનિકો તેમજ રાહદારીઓ દ્વારા ભુવાની ફરતે પથ્થરો મૂકીને આડસ ઊભી કરી હતી.

કડીના કલ્યાણપુરા ડામરના રોડને છ મહિના પણ થયા નથી. જ્યાં અચાનક દડી સર્કલ પાસે જ મુખ્ય માર્ગ ઉપર ભુવો પડતા તંત્રની પોલ ખુલી ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. જ્યાં કડીમાં બુધવારે સાંજના સમયે કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. જ્યાં સામાન્ય વરસાદની સાથે જ ભુવો પાડવાનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. સ્થાનિકો દ્વારા નગરપાલિકામાં જાણ કરવામાં આવી હતી, પરંતુ મોડી સાંજ સુધી તંત્ર ફરક્યું પણ ન હતું.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.