સિંહોરના ઈશ્વરિયાની સીમમાં હિંસક પ્રાણી દ્વારા રોઝનું મારણ કરાયું, પશુપાલકોમાં ચિંતા પ્રસરી | Rose killed by ferocious animal near Ishwaria in Sinhore, panic among herdsmen | Times Of Ahmedabad

ભાવનગર36 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સિંહોરના ઈશ્વરિયાની સીમમાં કોઈ હિંસક પ્રાણી દ્વારા રોઝ પશુનું મારણ કર્યું હતું. જેથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. આ દરમિયાન સિહોર વનવિભાગ દ્વારા સંબંધિત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખેતીવાડી અને અન્ય પંથકમાં સિંહ, દીપડા જેવા હિંસક પ્રાણીઓના વધતા હુમલાઓના કિસ્સામાં આજે સિહોર તાલુકાના ઈશ્વરિયાની સીમમાં લક્ષ્મણભાઈ ગોળકિયાની વાડીના શેઢે ઝાડીમાં એક રોઝ પશુના મારણના બનાવથી આ વિસ્તારના ખેડૂતો તેમજ પશુપાલકોમાં ચિંતા પ્રસરી છે. આ અંગે અહીંના કાર્યકર્તા મૂકેશ પંડિતે વનવિભાગને જાણ કરી હતી.

પ્રાણીઓ અંગે સાવચેત રહેવું
આ દરમિયાન સણોસરા, કૃષ્ણપરા, ઈશ્વરિયા વગેરે આજુબાજુના ગામોમાં સીમ વિસ્તારમાં આવા કિસ્સા સામે આગમચેતી રૂપ કાર્યવાહી સિહોર વનવિભાગ કચેરીના અધિકારી સોલંકી અને સંબંધિત કર્મચારીઓ દ્વારા શરૂ થયેલ છે. જો કે, આ અધિકારી દ્વારા જણાવ્યાં મુજબ આવા પ્રાણીઓ અંગે સાવચેત રહેવા તેમજ કોઈ અફવાથી દૂર રહેવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post