No results found

    RTEનો પ્રચાર કરવા માટે ગયેલી સંસ્થાના સ્ટાફ પર વટવામાં હુમલો | Attack on the staff of an organization that went to promote RTE | Times Of Ahmedabad

    અમદાવાદ36 મિનિટ પહેલા

    • કૉપી લિંક
    • ગરીબ બાળકોને મફત શિક્ષણ મળતું હોવાનું સમજાવવા ગયા હતા
    • ટોળાએ ઘેરી લઈ એક શિક્ષિકાનો હાથ પકડ્યો, પોલીસ રક્ષણની માગ

    રાઈટ ટુ એજ્યુકેશન (આરટીઈ) કાયદા હેઠળ 6થી 14 વર્ષના બાળકોને મફત શિક્ષણ અપાય છે. સરકાર તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ આ યોજનાનો પ્રચાર કરતી હોય છે. 10 એપ્રિલથી રાજ્યમાં આરટીઈ હેઠળ પ્રવેશ શરૂ થવાનો છે. વટવામાં આ અધિકારનો પ્રચાર કરવા ગયેલી સ્વૈચ્છિક સંસ્થાના ટ્રસ્ટી અને સ્ટાફ પર સ્થાનિકોએ હુમલો કરતાં પોલીસ ફરિયાદ થઈ છે અને સંસ્થાએ આરટીઈના પ્રચાર માટે પોલીસ રક્ષણ માગ્યું છે. પરંતુ વટવા પોલીસે આપ્યું નથી.

    સરકાર તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ આ યોજનાનો પ્રચાર કરતી હોય
    12 વર્ષથી ગરીબ બાળકોને નિ:શુલ્ક ભણાવતી સર્વોદય ગ્રૂપ ફૂટપાથ સ્કૂલમાં અત્યાર સુધી 1200 બાળકો ભણી ચૂક્યા છે. સંસ્થાનું મુખ્ય કામ સ્કૂલમાં ભણવા નહીં જતાં બાળકોમાં અભ્યાસ પ્રત્યેની રુચિ વિકસાવી તેમને આરટીઈ હેઠળ ઘર નજીક ખાનગી સ્કૂલ અથવા મ્યુનિ. સ્કૂલમાં પ્રવેશ અપાવવાનો છે.

    આરટીઈનો પ્રચાર કરતા હતા ત્યારે કેટલાક લોકોએ ઘેરી લીધા
    સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી વિરાટ શાહે કહ્યું કે, તેમની સંસ્થાના શિક્ષક અંજુમ કુરેશી સહિતનો સ્ટાફ વટવા વસંત ગજેન્દ્ર ગડકરનગર ચાર માળિયામાં આરટીઈનો પ્રચાર કરતા હતા ત્યારે કેટલાક લોકોએ ઘેરી લીધા હતા. રમજાન માસ ચાલે છે અને અજાન પણ ચાલે છે એટલે તમારે અહીં આવવાની જરૂર નથી તેમ કહી ગંદી ગાળો બોલવા લાગ્યા હતા અને મહિલા શિક્ષકનો હાથ પકડી લીધો હતો અને અન્યો સાથે મારામારી કરી હતી.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال