RTEમાં પ્રવેશ માટેનું એકમાત્ર દીકરી હોવાનું પ્રમાણપત્ર RMC દ્વારા અપાશે, 22 એપ્રિલ સુધી અરજી કરી શકશો | Only daughter certificate for RTE admission will be issued by RMC, can apply till April 22 | Times Of Ahmedabad

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાત રાજ્ય સરકાર તરફથી જાહેર કરેલ યોજના ‘રાઇટ ટુ એજ્યુકેશન’ હેઠળ તા. 10/04/2023થી શાળા પ્રવેશની કામગીરી શરૂ થશે. જે પ્રવેશ માટે કુટુંબમાં એકમાત્ર દીકરી હોય તેવા પરિવારોને શાળા પ્રવેશમાં પ્રાધાન્ય આપવાનું જાહેર કરેલ છે. જે અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા તરફથી SINGLE GIRL CHILD (સિંગલ ગર્લ ચાઇલ્ડ)નું પ્રમાણપત્ર આપવામાં આવશે. મેયર ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ અને આરોગ્ય સમિતિના ચેરમેન ડૉ. રાજેશ્રીબેન ડોડીયાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.

RMCની વેબસાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરી શકશો
આ માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ WWW.RMC.GOV.IN પરથી ફોર્મસ વિભાગમાં જન્મ-મરણ વિભાગમાંથી RTE SINGLE GIRL CHILDનુ ફોર્મ ડાઉનલોડ કરી તેમાં સાથે જોડેલ નિયત નમુનાનું 50 રુપિયાનું નોટરી કરેલ સોગંદનામુ તેમજ તેની સાથે બાળકીનો જન્મનો દાખલો (બાળકીને 6 વર્ષ પુર્ણ હોવા જરૂરી), કુટુંબનું રાશન કાર્ડ જેમાં બાળકીનું નામ હોવુ ફરજીયાત છે.

અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 22 એપ્રિલ
આ સિવાય રાજકોટમાં રહેતા હોય તે બાબતના સરનામાના પુરાવા રૂપે આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, મિલ્કત વેરા બિલ, ઇલેક્ટ્રીક બિલ, ભાડા કરાર પૈકી કોઇપણ એક પુરાવા રજુ કરી રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોન કચેરીના સિટી સિવિક સેન્ટર ખાતે અરજી કરવાની રહેશે. આ અરજી તા. 10/04/2023થી તા. 22/04/2023ના બપોરના 2 વાગ્યા સુધી આ અરજી સ્વીકારવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم