રાજકોટ RTO દ્વારા GJ-03-MR સીરિઝ તથા અગાઉની સીરિઝના બાકી રહેલા નંબરો માટે રી-ઓકશન શરૂ કરવામાં આવશે | Rajkot RTO will start re-auction for remaining numbers of GJ-03-MR series and previous series | Times Of Ahmedabad

રાજકોટ15 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી રાજકોટ દ્વારા મોટર કાર પ્રકારના વાહનો માટે GJ-03-MR સીરિઝ તથા અગાઉની સીરિઝના બાકી રહેલા ગોલ્ડન-સિલ્વર નંબરો માટે રી-ઓકશન તા. 19 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. નવી સીરિઝના ગોલ્ડન કે સિલ્વર પસંદગીના નંબર મેળવવા માટે તા. 19થી 22 એપ્રિલના રોજ સાંજે 4 વાગ્યે સુધીમાં અરજદારે www.parivahan.gov.in વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

અરજદારે સી.એન.એ ફોર્મ ભરવાનું રહેશે
વેબસાઇટમાં દર્શાવેલા ઓનલાઇન સર્વિસ પર ક્લિક કર્યા બાદ ફેન્સી નંબર બુકિંગ પર ક્લિક કરી પબ્લિક યુઝર પસંદ કરી આઈ.ડી. બનાવ્યા બાદ સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. પસંદગીનો નંબર સિલેક્ટ કરી દર્શાવેલી ઓછાંમાં ઓછી ફી ઓનલાઇન ભર્યા બાદ બિડિંગ એટલે કે હરાજીમાં ભાગ લઈ શકાશે. હરાજીમાં નંબર મેળવ્યા બાદ ”5” દિવસમાં હરાજીની બાકીની રકમ ભરવાની રહેશે. હરાજીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓ કચેરીએથી મંજુરી લઈ નંબર મેળવી લેવાનો રહેશે. વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ ફોર્મ ભરવાનું રહેશે.

સમય મર્યાદા બહારની અરજી માન્ય ગણવામાં આવશે નહીં
વાહન વેચાણ તારીખથી 7 દિવસની અંદર સી.એન.એ. ફોર્મ ઓનલાઈન ભરેલું હોવું ફરજિયાત છે. સમય મર્યાદા બહારની અરજી માન્ય ગણવામાં આવશે નહીં. તા 22.04.2023 સાંજે 4 કલાક થી 24.03.2023 ના સાંજે 4 કલાક સુધી ઓનલાઇન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા.24 એપ્રિલ સાંજે 4.15 ના રોજ પરીણામ ઓનલાઇન જાહેર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…