દાહોદની RTO ઓફિસ પાસેથી LCB પોલીસે કારમા લઈ જવાતો દારૂ ઝડપી પાડયો, 2.47 લાખના મુદ્દામાલ સાથે બુટલેગરની ધરપકડ | LCB police seize car-carrying liquor from Dahod RTO office, arrest bootlegger with worth of Rs 2.47 lakh | Times Of Ahmedabad
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક
દાહોદની RTO ઓફિસ નજીકથી LCB પોલીસે કારમાં લઈ જવાતો 47,000 ઉપરાંતનો વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યો છે. કારની કિંમત મળી 2,47,520 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
બાતમીને આધારે વોચ ગોઠવવામાં આવી
દાહોદના ટાઉન વિસ્તાર ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે ઉપર LCB પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતીકે મધ્યપ્રદેશના પીટોલ તરફથી કતવારા ગામે થઈને નેશનલ હાઇવે ઉપર એક નિશાન કંપનીની સન્ની XV DCI ગાડી જેનો નંબર GJ 16 BB 8910 છે.આ ફોર વહીલર ગાડીમાં ઈંગ્લીસ દારૂ ભરીને લઈને આવી રહ્યો છે.
કારમાંથી વિદેશી દારૂની 15 પેટીઓ ઝડપાઈ
તેવી બાતમીના આધારે વોચ ગોઠવી બાતમી વાળી ગાડી આવતા તેને ચાલક સાથે ઝડપી પાડી હતી. જે ગાડીમાં તલાશી હાથ ધરતા વિદેશી દારૂની 15 નંગ પેટીઓ જેમાં 384 નંગ બોટલો જેની કિંમત 47,520 રૂપિયાનો જથ્થો ઝડપાયો હતો.દારૂની હેરફેરમાં લીધેલી નિશાન કંપનીની ગાડી જેની કિંમત 2 લાખ મળી કુલ 2,47,520 રૂપિયાનો વિદેશી દારૂના મુદ્દામાલ સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો.
બુટલેગર દાહોદ પાસેના છાપરી ગામનો નીકળ્યો
જેનું નામ પૂછતાં અનિલ દિનેશભાઇ મકવાણા રહેવાસી છાપરી નિશાળ ફળીયા નો હોવાનું જણાવ્યું હતું. જયારે LCB પોલીસે તારીખ 27મી એપ્રિલના રોજ એ ડિવિઝન ટાઉન પોલીસ મથકે ઝડપાયેલા ઈસમ વિરુદ્ધ પ્રોહી અંગેનો ગુનો નોંધવી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
Post a Comment