જૂનાગઢમાં કહ્યું- મને વિશ્વાસ હતો કે મને ન્યાય મળવાનો છે, ધર્મની રક્ષા માટે જે કામ કરું છું તે કરવાની જ છું, હું ઘરે બેસવાની નથી | Said in Junagadh - I was confident that I will get justice, I have to do what I am doing to protect religion, I am not going to sit at home. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Said In Junagadh I Was Confident That I Will Get Justice, I Have To Do What I Am Doing To Protect Religion, I Am Not Going To Sit At Home.

જુનાગઢ33 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગીર સોમનાથના ઉનામાં રામનવમીના દિવસે ભડકાઉ ભાષણ આપવા બદલ કાજલ હિન્દુસ્તાની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ કાજલ હિન્દુસ્તાની પોલીસ સમક્ષ હાજર થતા ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરતા જૂનાગઢ જેલ હવાલે કરાયા હતા. આજે જામીન અરજી પર ઉના કોર્ટમાં સુનાવણી હાથ ધરાતા કોર્ટે જામીન મંજૂર કરતા પાંચ દિવસ બાદ જેલમાંથી મુક્તિ થઈ હતી. જૂનાગઢ જેલમાંથી બહાર આવ્યા બાદ કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું હતું કે, ધર્મની રક્ષા માટે જે કામ કરું છું તે કરવાની જ છું. હું ઘરે બેસવાની નથી.

રામનવમીના દિવસે ઉનામાં આપેલા ભડકાઉ ભાષણ મામલે ગુનો નોંધાયો હતો રામનવમીના દિવસે ગીર સોમનાથના ઉના શહેરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાજર રહેલા કાજલ હિન્દુસ્તાનીએ આપેલા એક ભડકાઉ ભાષણ બાદ તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ભાષણના કારણે ઉનામાં પથ્થરમારા જેવી ઘટનાઓ બની હતી. ત્યારબાદ કાજલ હિન્દુસ્તાની 9 તારીખે પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે ધરપકડ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.

5 દિવસ બાદ જામીન પર મુક્તિ
કાજલ હિન્દુસ્તાનીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા બાદ તેમના વકીલ તરફથી જામીન અરજી કરવામાં આવી હતી. જામીન અરજી પર બંને પક્ષોની દલીલો થયા બાદ આજે ઉના કોર્ટ દ્વારા કાજલ હિન્દુસ્તાનીને 50 હજારના જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. આજે જ કોર્ટ અને જેલની કાર્યવાહી પૂર્ણ કરાતા જેલમુક્તિ થઈ હતી.

‘ધર્મની રક્ષા માટે હું કામ કરતી રહીશ’
જૂનાગઢ જેલમાંથી બહાર આવ્યા બાદ કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું હતું કે, મને ન્યાયતંત્ર પર પૂરતો ભરોસો છે. હું ધર્મની રક્ષા માટે કામ કરતી રહીશ, હું ઘરે બેસવાની નથી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post