કહ્યું- મોરબીમાં ગુનાખોરી ડામવા પોલીસ અધિકારીને વિશેષ તાલીમ આપવામાં આવશે | Said- Police officer will be given special training to stop crime in Morbi | Times Of Ahmedabad

મોરબી8 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટ રેંજ આઈજી અશોકકુમાર યાદવ આજે મોરબી પધાર્યા હતા. મોરબી ડીવીઝન કચેરીના ઇન્સ્પેકશન માટે તેઓ મોરબી આવ્યા હોય ત્યારે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં ગુનાખોરી ડામવા માટે ઉપરાંત ટ્રાફિક સમસ્યા સહિતના મુદે કામગીરી અંગે માહિતી આપી હતી.

રેંજ આઈજી અશોકકુમાર યાદવે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજે નાયબ પોલીસ અધિક્ષક કચેરીના ઇન્સ્પેકશન માટે તેઓ પધાર્યા હતા. જેમાં ડિવિઝન અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી. જેમાં ગુનાખોરી પર કાબુ કરી સકાય તેની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. તે ઉપરાંત શાળા કોલેજ આસપાસ અસામાજિક તત્વોને પકડવા ઝુંબેશ શરુ કરવામાં આવશે. કોચિંગ સંસ્થાના સંચાલકો સાથે મીટીંગ કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવશે. મોરબીમાં સિરામિક ઉદ્યોગને પગલે મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો આવીને વસ્યા હોય ત્યારે પોલીસની એપ્લીકેશનમાં 80 ટકા પરપ્રાંતીય શ્રમિકોની નોંધણી થઇ ચુકી છે. જ્યારે 20 ટકા બાકી છે, તે જલ્દી પૂર્ણ કરવા ઝુંબેશ ચલાવવામાં આવશે.

મોરબીમાં વસતા પરપ્રાંતીય શ્રમિકોને કોઈ સમસ્યા ના નડે તે માટે ખાસ કાર્યક્રમ યોજાશે. જેમાં તેમની સમસ્યાઓ જાણીને તેનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરવામાં આવશે. પોલીસના અધિકારીઓને ગુનાખોરી પર કાબુ લાવવા માટે વિશેષ તાલીમનું પણ આયોજન કરવામાં આવનાર છે. જેમાં સીનીયર અધિકારીને કામગીરી ઉપરાંત નાગરિકો સાથેનું વર્તન કેવી રીતે કરવું, પોલીસ અને નાગરિકો વચ્ચે સંવાદ થાય તે મુદ્દે ચર્ચા કરી જરૂરી તાલીમ આપવામાં આવશે.

મોરબીમાં સમયાંતરે પોલીસ વિવિધ એસોસીએશન સાથે મીટીંગ કરતી હોય છે. મોરબીને સલામત બનાવવા પોલીસ ટીમો સતત કાર્યરત હોવાનું જણાવ્યું હતું. તો ટ્રાફિક અને વિધર્મી યુવકો દ્વારા સગીરા અને યુવતીઓની સતામણીના કેસો વધી રહ્યા છે. તે મામલે જણાવ્યું હતું કે, મહિલાઓ સાથે થતી ગુનાખોરી ડામવા માટે શી ટીમ અલગ કાર્યરત છે. તેમજ મહિલા ગુનાખોરીના કેસમાં પોલીસ કોઈ બાંધછોડ નહિ કરે અને કડક કાર્યવાહી કરી રહી છે. તો ટ્રાફિક સમસ્યા મુદ્દે પણ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. તે ઉપરાંત મોરબીના કાફેમાં કપલ બોક્ષમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ મામલે કડક કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું.

Previous Post Next Post