ભરૂચ38 મિનિટ પહેલા
- કૉપી લિંક

ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા શ્રી બ્રહમ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર ભરુચ દ્વારા મહિલાઓને 24X 7 હંગામી ધોરણે આશ્રય, તબીબી સહાય, કાયદાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. 181 મહિલા હેલ્પલાઇન દ્વારા એક ભૂલી પડેલ મહિલાને સેન્ટર પર લાવવામાં આવી હતી. 181ના સ્ટાફ સાથે ચર્ચા કરતાં જણાવેલ કે, ત્રાહિત વ્યકિત દ્વારા મહિલાની મદદ માટે અમને જાણ કરવામાં આવેલ છે.
સેન્ટર પર આવ્યાબાદ સ્ટાફ દ્વારા અજાણી મહિલા સાથે મિત્રતાભર્યું વાતાવરણ પૂરુ પડાતા મહિલાએ પોતાની સાસરી નવસારી અને પિયર નેત્રંગ હોવાનું જણાવ્યું હતું, પરંતુ મહિલા પાસે સાસરી કે પિયર પક્ષના સભ્યોનો કોઈ સંપર્ક નંબર ન હોવાથી સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફ દ્વારા નેત્રંગ ગામના સંરપચનો સંપર્ક કરી મહિલા અંગે માહિતી આપી ખરેખર તેમના જ ગામના વતની છે કે નહીં તે અંગે પૂછપરછ કરતાં તેમના જ ગામની દીકરી હોવાનું જણાવ્યું હતું.
જેથી સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફ સતત સરપંચના સંપર્કમાં રહેતા અને પરિવારના સભ્યોનો સંપર્ક થતાં પરિવારના સભ્યો સેન્ટર પર આવ્યાં હતા. જે બાદ આધાર પુરાવા ચેક કરી મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું જે સમયે લાગણી સભર દ્ર્શ્યો સર્જાયા હતા.