Saturday, April 15, 2023

ભિલોડામાં ગઈ રાત્રે ગુમ થયેલા યુવકના ચપ્પલ, કપડાં તળાવના કિનારે મળ્યા; તરવૈયાઓએ તળાવમાં તપાસ હાથ ધરી | Sandals, clothes of missing youth found on lake shore in Bhiloda last night; Swimmers searched the lake | Times Of Ahmedabad

અરવલ્લી (મોડાસા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

આજકાલ કોઈપણ કારણોસર આવેશમાં આવી યુવાનો કોઈ અજુગતું પગલું ભરી લેતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના ભિલોડાના નાપડા ગામે બનવા પામી છે.

ભિલોડાના નાપડા ગામે ગઈકાલે સાંજે એક બલુ ખેમભાઈ પગી નામનો 36 વર્ષીય યુવક પોતાના ઘરેથી ગુમ થયો હતો. પરિવારજનો દ્વારા આ ગુમ બલુની સગા સંબંધીઓને ત્યાં શોધખોળ હાથ ધરી હતી. ક્યાંય પણ ગુમ બલુનો પત્તો લાગતો નહોતો. ત્યાં આજે સવારે આ ગુમ બલુના કપડાં અને ચપ્પલ ગામના તળાવના કિનારેથી મળી આવ્યા હતા.

જે આધારે ગુમ બલુ તળાવમાં ગરકાવ થયો હશે એવા અનુમાન આધારે ગામના તરવૈયાઓ દ્વારા બલુ પગીની તળાવમાં શોધખોળ હાથ ધરી છે. સવારથી લઈ અત્યારસુધી સતત 9 કલાકથી શોધખોળ ચાલુ છે, પરંતુ ગુમ બલુનો કોઈ પત્તો લાગતો નથી. જેથી મોડાસા ફાયર વિભાગને જાણ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.