- Gujarati News
- Local
- Gujarat
- Dwarka
- Saurashtrian Tamils And Gujaratis Provided Language Exchange In Dwarka, E quiz Competition Was Held At The End Of The Workshop.
દ્વારકા ખંભાળિયા8 કલાક પહેલા
- કૉપી લિંક

દ્વારકાના સર્કિટ હાઉસ પાછળના ગ્રાઉન્ડ ખાતે ગુજરાતી અને તમિલ લોકો વચ્ચે ભાષાના આદાન-પ્રદાન માટે લેન્ગવેજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે વક્તા રેવતી શિવાકુમાર અને આનંદી કાર્તિકેયન દ્વારા લેન્ગવેજ વર્કશોપ અંતર્ગત ગુજરાતી અને તમિલ ભાષામાં રોજ બરોજના જીવનમાં વપરાતા વાક્યો અંગે જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત એક હજાર વર્ષ પૂર્વે તમિલનાડુ ખાતે ગયેલા સૌરાષ્ટ્રીયન લોકો ઇતિહાસ, સંસ્કૃતી અને ભાષાકીય આદનપ્રદાન અંગે જાણકારી આપી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, હજારો વર્ષો પૂર્વે તમિલનાડુમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રીયન લોકો તમિલ લોકો સાથે દૂધમાં સાકાર ભળે તેમ ભળી ગયા છે. આ કાર્યશાળા યોજવાનો મુખ્ય હેતુ ગુજરાત અને તમિલનાડુના લોકો વચ્ચે એકબીજા સંસ્કૃતી અને ભાષા વિશે માહિતગાર કરવાનો છે.

આ કાર્યશાળાના અંતે ઇ-ક્વીઝ યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ ત્રણ વિજેતાને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ વર્કશોપમાં ગુજરાત ટુરિઝમના જોઇન્ટ એમ.ડી. જાડેજા, પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા અને પાર્થ કોટડિયા, શારદાપીઠ સંસ્કૃત વિદ્યાપીઠના આચાર્ય, દ્વારકાના મામલતદાર વી.કે.વરૂ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.