દેવગઢ બારીઆની SBIમાં વૃદ્ધને એફ. ડી કરાવી આપવાના બહાને સ્લીપોમાં અંગૂઠા કરાવ્યા, પાકતી મુદતે ભેજાબાજે 6 લાખ ઉપાડી લીધા | Elderly F in SBI of Devgarh Baria. Under the pretext of getting D done, fingers were fingered in slips, 6 lakhs were withdrawn at the maturity date. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Elderly F In SBI Of Devgarh Baria. Under The Pretext Of Getting D Done, Fingers Were Fingered In Slips, 6 Lakhs Were Withdrawn At The Maturity Date.

દાહોદ27 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દેવગઢ બારીઆના નાકટી ગામના સુથાર ફળિયામાં રહેતા એક સીનીટર સીટીઝનને દે.બારીયાના એક સોનીએ એસ.બી.આઈમાં મેનેજરને મળી ડીપોઝીટ કરાવી આપવાનું જણાવી બેન્કની સ્લીપોમાં અંગુઠા કરાવી લીધા હતા.ડીપોઝીટની પાકી મુદતે તે સોનીએ ડીપોઝીટમાં મૂકેલા સીનીયર સીટીઝનના રૂપિયા 6 લાખ ઉપાડી લેતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

એફ.ડી કરાવી આપવાના બહાને સ્લીપોમા અગાઉથી અંગૂઠા કરાવી લીધા
તા. 11 માર્ચ 2019માં દેવગઢ બારીયાના નાકટી ગામે સુથાર ફળિયામાં રહેતા 64 વર્ષીય ભારૂભાઈ વીરસીંગભાઈ સુથાર નામના સીનીયર સીટીઝનને નાંણા ફીક્સ ડીપોઝીટમાં મૂકવાના હતા. જેથી તેઓ દેવગઢ બારીઆ એસ.બી.આઈમાં ગયા હતા. તે વખતે બેન્કમાં દે.બારીયા નગરના બજાર શેરીમાં રહેતા મુકેશભાઈ સુંદરભાઈ સોનીનો ભેટો થઈ જતાં તે મુકેશભાઈ સોનીએ મેનેજરને મળી ફીક્સ ડીપોઝીટ કરાવી આપીશ તેમ કહી બેન્કની સ્લીપોમાં સીનીયર સીટીઝન ભારૂભાઈ વીરસીંગભાઈ સુથારના અંગુઠા કરાવી લીધા હતા.

અગાઉથી અંગૂઠા કરાવેલી સ્લીપો રજૂ કરી નાંણા ઉપાડી લીધા
તમારા નામની રૂપિયા 6 લાખની ડીપોઝીટ થઈ ગયેલી છે અને હવે આ પૈસા તમોને સાડા પાંચ વર્ષ પછી મળશે તેમ કહી વિશ્વાસમાં લીધા હતા. ડીપોઝીટ પાકતાં જ તે ડીપોઝીટના રૂપિયા મુકેશભાઈ સુંદરલાલ સોનીએ બેન્કની જે સ્લીપોમાં ભારૂભાઈ વીરસીંગભાઈ સુથારના અંગુઠા કરાવી લીધા હતા તે અંગુઠા કરાવેલ સ્લીપોના ઉપયોગ કરી મુકેશભાઈ સોનીએ ફીક્સમાં મુકેલા રૂપિયા ઉપાડી લીધા હતા.

બેન્કમાં ગયા તો જાણ થઈ કે રુપિયા તો ઉપડી ગયા છે
આ વાતથી અજાણ ભારૂભાઈ વીરસીંગભાઈ સુથાર ગઈકાલે બેન્કમાં ડીપોઝીટ ઉપાડવા ગયા હતા અને સ્લીપો ભરી બેન્કના કાઉન્ટર પર આપતા બેન્ક કર્મચારીએ ખાતુ તપાસતાં તે રૂપિયા ઉપડી ગયાનું જણાવતા ભારૂભાઈ સુથારને બારીયા મુકેશભાઈ સોનીનો આખો ખેલ સમજાઈ ગયો હતો. આ સંબંધે ભારૂભાઈ વીરસીંગભાઈ સુથારે દેવગઢ બારીઆ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા દે.બારીયા પોલિસે આ સંદર્ભે દે.બારીયા, બજાર શેરીમાં રહેતા મુકેશભાઈ સુંદરભાઈ સોની વિરૂધ્ધ છેતરપીંડી, વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post