ભાવનગર જિલ્લાના ભારત સ્કાઉટ ગાઈડ સંધ દ્વારા એન્વાયર્નમેન્ટ એન્ડ ક્લાઈમેક્સ ચેઈન્જ સાથે જન જાગૃતિ કાર્યક્રમમાં સ્કાઉટ ગાઈડ જોડાયું | Scout Guide Joined Public Awareness Program on Environment and Climax Change by Bharat Scout Guide Association of Bhavnagar District | Times Of Ahmedabad

ભાવનગર13 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધ પોતાનુ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યુ છે ત્યારે વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો કરી રહ્યું છે જેના ભાગરૂપે દક્ષિણામૂર્તિ બાલપમરાટ ખાતે સેમીનાર એન્વાયરમેન્ટ અને ક્લાઈમેક્સ ચેઈન્જ અંગે એક સેમિનારનું આયોજ કરવામાં આવ્યું હતું.

પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા પ્રતિજ્ઞા લેવડાવી
શહેરના વાઘાવાડી રોડ પાસે આવેલ દક્ષિણામૂર્તિ બાલપમરાટ ખાતે સ્કાઉટ ગાઈડને એન્વાયરમેન્ટ અને ક્લાઈમેક્સ ચેઈન્જ અંગે જિલ્લા મંત્રી અજયભાઈ ભટ્ટ દ્વારા પર્યાવરણ અને વૃક્ષના જતન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, અને આજના સમયમાં ખાસ તો વનટાઈમ પ્લાસ્ટિક યુઝનો ઉપયોગ ન કરવા પ્રતિજ્ઞા લેવડાવામાં આવી હતી, સાથે સાથે ઈન્ડીયન રેડક્રોસ સોસાયટીનાં સહયોગથી જનજાગૃતિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જુદી જુદી શાળાના બાળકોએ ભાગ લીધો
આ પ્રદર્શનમાં રક્તદાન, પર્યાવરણ, બેટી બચાવો, પાણીબચાવો, કીડની સુરક્ષા, ટાઈફોડ,ચિકનગુનીયા અંગેની જાગૃતિના પોસ્ટરો નિદર્શન યોજવામાં આવ્યું હતું, કાર્યક્રમમાં જુદી જુદી શાળાના બાળકોએ ભાગ લીધો હતો જેમાં ગિજુભાઈ કુમાર મંદીર, ગિજુભાઈ વિનય મંદિર, દક્ષિણામૂર્તિ કુમાર મંદીર, દક્ષિણામૂર્તિ વિનય મંદિર, વિદ્યાધીશ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમના સ્કાઉટ ગાઈડ બાળકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા ભાવનગર સ્કાઉટ ગાઈડ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم