અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહાઠગ કિરણ પટેલના ઘરે તપાસ કરી હતી. કિરણ પટેલના ઘરેથી બેંક એકાઉન્ટની વિગત, સ્ટેમ્પ, જગદીશ ચાવડાના ઘરની ચાવી સહિતની વસ્તુઓ કબજે કરી હતી. બેંક એકાઉન્ટની વિગતની તપાસ કરતા બંગલો ખરીદી શકાય તેટલું બેલેન્સ પણ નહોતું. જે સ્ટેમ્પ મળ્યા તે પણ જુના હતા. જે અગાઉ કંપની શરૂ કરવાની હતી પરંતુ કંપની શરૂ નહોતી કરવામાં આવી.
ક્રાઈમ બ્રાન્ચે કોલ ડિટેલ્સના આધારે વધુ તપાસ હાથ ધરી
કિરણ પટેલના બેંક એકાઉન્ટની તપાસ કરતા લક્ઝુરિયસ બંગલો ખરીદી શકાય તેટલું બેલેન્સ કે કોઈ ટ્રાન્જેક્શન પણ નહોતા. કિરણ અને માલિની છેલ્લા 4 વર્ષથી કોઈ આઇટી રિટર્ન પણ ભરતા નહોતા. બેંકમાંથી લોન મેળવી નથી. કોઈ લોન મેળવવા અરજી કરી નથી. બેંકમાં બેલેન્સ ના હોય છતાં લોકોને ચેક આપતો હતો અને જમા કરાવતા અગાઉ જાણ કરજો તેવું કહેતો હતો. ચેક રિટર્ન થાય તો રોકડેથી લોકોને પૈસા ચૂકવતો હતો. જે સ્ટેમ્પ મળ્યા હતા તે સ્ટેમ્પ 2002માં આશ્રમ રોડ ખાતે સોફ્ટવેર કંપની રજીસ્ટર કરવા માટે લાવ્યો હતો પરંતુ કંપની રજીસ્ટર થઈ નથી. આ ઉપરાંત કોલ ડિટેલ્સના આધારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.