જામનગરમાં લોકોને ડિજિટલ લુંટથી બચાવવા પોલીસ હેડ ક્વોટર ખાતે સેમિનાર યોજાયો, જિલ્લા પોલીસ વડા અને ટીમે માર્ગદર્શન પૂરું પાડ્યું | Seminar held at Police Head Quarter to protect people from digital loot in Jamnagar, District Police Chief and team provided guidance | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Seminar Held At Police Head Quarter To Protect People From Digital Loot In Jamnagar, District Police Chief And Team Provided Guidance

જામનગર17 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જામનગર શહેર અને જિલ્લામાં સાયબર ક્રાઇમના કિસ્સાઓ દિવસેને દિવસે સતત વધી રહ્યા છે, અને ખાસ કરીને સિનિયર સિટીઝનો તેનો ભોગ બની રહ્યા છે. ત્યારે સિનિયર સિટીજનોને ડિજિટલ લુંટથી બચાવવા માટે જામનગરના જિલ્લા પોલીસ વડા દ્વારા હેડ ક્વોટર ખાતે પોલીસ વિભાગ માટેનો એક સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ એ ખાસ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

જામનગર શહેર અને જિલ્લાની જનતા જેમાં ખાસ કરીને સિનિયર સિટીઝનોને કેટલાક લેભાગુ તત્વો દ્વારા ડિજિટલના માધ્યમથી શિકાર બનાવી લેતા હોય છે. આવા નાગરિકોને ડિજિટલ લૂંટથી કઈ રીતે બચાવી શકાય, તે અંગે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, અને જાગૃતિ અભિયાન અંતર્ગત ખાસ સેમિનાર યોજી વિશેષ માહિતી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم