No results found

    એસ.એફ. હાઇસ્કુલમાં આગ લાગી; ફાયર વિભાગે આગ બુઝાવી; સમગ્ર ઘટનાથી શાળાના સ્ટાફ તેમજ બાળકોને જાગૃત કરાયા | S.F. High school catches fire; The fire department extinguished the fire; The school staff and children were made aware of the entire incident | Times Of Ahmedabad

    છોટા ઉદેપુર30 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    છોટા ઉદેપુરની એસ.એફ હાઇસ્કુલ ખાતે આજરોજ ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. એસ.એફ. હાઇસ્કુલમાં આગ લાગતા ફાયર ફાઈટર વિભાગે આવીને આગ બુઝાવી હતી.

    G-20 કાર્યક્રમ અંતર્ગત આજરોજ રજવાડાના સમયની એસ.એફ. હાઇસ્કુલ ખાતે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકોને આગ લાગે ત્યારે શું કાર્યવાહી કરવી, તેમજ શાળામાં આગ લાગે ત્યારે બાળકોનો બચાવ કેવી રીતે કરવો, તેની સમજ બાળકો અને સ્ટાફને આપવા માટે મોકડિલનું આયોજન કરવામાં આવ્યું હતું.

    એસ.એફ. હાઇસ્કુલમાં આજરોજ આગ લાગી હોય તેવું દૃશ્ય ઊભું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ફાયર વિભાગને ફોન કરતા ફાયર વિભાગ ઘટનાસ્થળે આવીને તાત્કાલિક આગ કાબુમાં લીધી હતી. તે સમગ્ર ઘટના શાળાના સ્ટાફ અને બાળકોને બતાવીને સમજાવ્યા હતા.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال