બોટાદએક કલાક પહેલા
- કૉપી લિંક
બોટાદ એસપી કચેરીના ઓડિટોરિયમ હોલમાં બોટાદ જિલ્લા પોલીસની she ટીમ દ્વારા જિલ્લાના સિનિયર સિટીઝનોની સલામતી માટે સાયબરથી બચવા માટે સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન અંતર્ગત તાલીમ કાર્યક્રમનું આયોજન એસપીના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું.
બોટાદ જિલ્લા પોલીસની she ટિમ દ્વારા તારીખ 11 એપ્રિલ 2023થી 22 એપ્રિલ 2023 સુધી જિલ્લાના સિનિયર સિટીઝન સહિત અન્ય લોકોને પણ સાયબર ક્રાઇમ અંગે માહિતગાર કેવી રીતે કરી શકાય, સાયબર ક્રાઇમ અંતર્ગત શું શું સમજણ આપવાની તેની તમામ માહિતી બોટાદ જિલ્લા પોલીસની she ટીમને જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવી હતી.
ગુજરાતમાં દિવસેને દિવસે સાયબર ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે સિનિયર સિટીઝન હોય છે તે સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે. ત્યારે સાયબર ક્રાઇમથી બચવા માટે હવે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા રાજ્યના ગૃહ વિભાગની સૂચના અનુસાર બોટાદ જિલ્લામાં કે સિનિયર સિટીઝનો છે તેમને તેઓ આગામી દિવસોમાં સાયબર ક્રાંતિ કઈ રીતના બચી શકાય તે માટે માર્ગદર્શન આપેલ. જે અંતર્ગત આજરોજ બોટાદ એસપી કચેરીના ઓડિટોરિયમ હોલમાં બોટાદ જિલ્લાની જે she ટીમ આવેલી છે. તેમના માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદ એસપી કે. એફ. બળોલીયા દ્વારા અહીંયા she ટીમના તમામ પોલીસ કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.