બોટાદએક કલાક પહેલા
- કૉપી લિંક

બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આવેલ ખોજાના કબ્રસ્તાન નજીક આવેલ કપલીધાર પાસે આવેલ ચાની કીટલી પર સાજીદ તેમજ તેમના પિતા સલીમભાઈ ચા પિતા હતા. તે દરમિયાન બોટાદ શહેરના સીટીઝન વિસ્તારમાં રહેતા ફિરોજ મીણાપરા ત્યાં આવેલ અને સાજીદ તેમજ તેમના પિતા સલીમભાઈ ત્યાં વાતો કરતા હતા.
તે દરમિયાન કોઈ બીજી બીજી વાતો કરીશ નહિ તેવું કહેતા સાજીદ દ્વારા ફિરોજને જણાવેલ કે અમે તમારી વાતો કરતા નહિ આવી સામાન્ય વાત કરતા જ થોડીવાર થયેલી બોલાચાલી બાદ ફિરોજ દ્વારા ઉગ્ર સ્વરૂપ જાણે ધારણ કર્યું હોય તેમ અપશબ્દો બોલી એકદમ ઉશ્કેરાઈ જઈ સાજીદભાઈ પર બાજુમાં પડેલ પ્લાસ્ટિકનું ટેબલ લઈ હુમલો કરતા સાજીદને હાથ પર ટેબલ લાગ્યો હતો.
તે દરમિયાન સલીમભાઈ દ્વારા પોતાના પુત્રને બચાવવા જતા મામલો વધુ ઉગ્ર બનતા ફિરોજ દ્વારા બાજુમાં પડેલ લોખંડની પાઇપ વડે હુમલો કરતા સલીમને માથાના ભાગે પાઇપ વાગી હતી. તે દરમિયાન અન્ય આસપાસના લોકો ત્યાં આવી વચ્ચે પડતા ફરિયાદ મુજબ જતા ફિરોજ દ્વારા સાજીદ તેમજ સલીમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
તો હાજર લોકો દ્વારા ઇજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ. જેમાં સાજીદને મૂઢ માર તો સલીમભાઈને મૂઢ માર સાથે માથાના ભાગે પાઈપ વાગવાના કારણે એક ટાંકો લેવો પડ્યો હતો. જે અંતર્ગત સાજીદભાઈ દ્વારા ફિરોજભાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પિતા પુત્ર બંને પર સામાન્ય બાબતે થયેલી બોલાચાલીને લઈ ઇજાગ્રસ્ત સાજીદભાઈ દ્વારા ફિરોજભાઈ સામે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. જેમાં આઈ.પી.સી.કલમ 323, 324, 504, 506(2) મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી ઠે.