Wednesday, April 26, 2023

SITની ટીમે વધુ ચારને દબોચ્યા, અત્યાર સુધીમાં 27 આરોપીઓની ધરપકડ | The SIT team nabbed four more, arresting 27 accused so far | Times Of Ahmedabad

ભાવનગર6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભાવનગરમાં ડમી કૌભાંડ તથા તોડકાંડ મામલે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે સ્પેશ્યિલ ઈન્વેસ્ટીગેશન ટીમે ડમી કાંડમાં સંડોવાયેલા વધુ ચાર આરોપીઓની ધડપકડ કરી છે.

ભાવનગર શહેર-જિલ્લાઓમાં પણ ડમીકાંડ અને તોડ પ્રકરણે પોલીસની અલગ અલગ ટીમો પુરા જોશ સાથે તપાસ કરી રહી છે અને દરરોજ નવા આરોપીઓની ધડપકડ કરાઈ રહી છે. ત્યારે SITએ ડમીકાંડ માં પૂછપરછ દરમ્યાન વધુ ચાર આરોપીઓની ધડપકડ કરી છે. જેમાં મહેશ રામજીભાઈ ચૌહાણ (ઉ.મ.27 રહે.દિહોર તા.તળાજા), વિજય ધુડાભાઈ જાંબુચા (ઉ.મ.25 રહે.લાખણકા), રિયાજ કાદરભાઈ કાલાવડીયા (ઉ.મ.33 રહે.સરતાનપર તા.તળાજા) તથા પ્રતિપાલસિંહ જયુભા ગોહિલ (ઉ.મ.30 રહે.ત્રાપજ તા.તળાજા) ની ધડપકડ કરી છે, આમા, ડમી કાંડ અત્યારે સુધીમાં 27 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.