અમદાવાદ35 મિનિટ પહેલા
- કૉપી લિંક

મુંબઇ IIT માં અભ્યાસ કરતા દર્શન સોલંકી નામના અમદાવાદના વિદ્યાર્થીએ હોસ્ટેલમાંથી કૂદીને આત્મહત્યા કરી હતી જે મામલે SIT દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે SIT એ દર્શન સાથે ભણતા અરમાન ઇકબાલ ખત્રી નામના વિદ્યાર્થીની ધરપકડ કરી છે.દર્શન લખેલી સ્યુસાઇડમાં અરમાન ખત્રીનું નામ લખ્યું હતું જેના આધારે ધરપકડ કરવામાં આવી છે.
12 ફેબ્રુઆરીએ દર્શન સોલંકીએ અચાનક જ બપોરના સમયે હોસ્ટેલના સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી.પરિવારજનોએ આ અંગે અનેક આક્ષેપ કર્યા હતા જેમાં આત્મહત્યા નહીં પરંતુ હત્યા હોવાનું જણાવ્યું હતું તથા જાતિગત ભેદભાવના કારણે દર્શનને હેરાન કરવામાં આવતો હોવાનું પણ જણાવ્યું હતું.પરિવારજનોની માંગણીને લઈને SIT બનાવવામાં આવી હતી જે સમગ્ર મામલે તપાસ કરી રહી હતી.SIT ને થોડા દિવસ અગાઉ સ્યુસાઇડ નોટ પણ મળી હતી.જેમાં અરમાન ખત્રીનું નામ હોવાથી SIT દ્વારા અરમાનની ધરપકડ કરવામાં આવી છે.
દર્શન સોલંકીના પિતા રમેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે અમને થોડા દિવસ અગાઉ SIT દ્વારા બોલાવવામાં આવ્યા હતા.SIT એ અમને એક કાગળ બતાવ્યું હતું જેમાં અરમાન હેસ કિલ્ડ મી લખ્યું હતું.જેથી SIT દ્વારા અમને પૂછવામાં આવ્યું હતું કે આ અક્ષર દર્શનના છે પરંતુ અમને ઓળખી શક્યા નહોતા જેથી રાઇટિંગ એક્સપર્ટને બોલાવીને તપાસ કરતા દર્શનના અક્ષર હોવાનું જ સામે આવ્યું હતું SIT એ અરમાનની ધરપકડ કરી છે.
અમને SIT દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 9,10 અને 11 ફેબ્રુઆરીએ અરમાન સાથે દર્શનને માથાકૂટ થઈ હતી જેમાં અરમાને દર્શનને કટર પણ બતાવ્યું હતું.આ માથાકૂટ બાદ દર્શને આત્મહત્યાનું પગલું ભર્યું છે.અરમાન અને દર્શન વચ્ચે ક્યાં કારણથી માથાકૂટ થઈ તે અમને SIT એ જણાવ્યું નથી.ક્લાસમેટ અને રૂમમેટની પણ SIT દ્વારા પૂછપરછ કરવામાં આવી છે.અરમાન દર્શનનો ક્લાસમેટ જ છે.