Saturday, April 1, 2023

ભાવનગરના વિવિધ વિસ્તારમાં નાના-મોટા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યાં | Small and large illegal encroachments were removed in various areas of Bhavnagar | Times Of Ahmedabad

ભાવનગર29 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે મહિનાથી ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ મહાપાલિકાના કમિશનર દ્વારા ચલાવવામાં આવી છે. જેના ભાગરૂપે આજરોજ શહેરના ક્રેસન્ટ, મેઘાણી સર્કલ, જેવલર્સ સર્કલ, પાણીની ટાંકી સુધીમાં ગેરકાયદેસર નાના-મોટા દબાણો દૂર કરવામાં આવ્યાં હતા.

35 જેટલા દબાણો હટાવ્યા
ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ વિભાગ દ્વારા કમિશનરની સીધી સૂચના હેઠળ રાઉન્ડ દરમિયાન શહેરના ક્રેસન્ટ સર્કલથી લઈ મેઘાણી સુધીમાં દુકાનો પડતર હતી તે જપ્ત કરવામાં આવી હતી, જેવલર્સ સર્કલથી લઈ પાણીની ટાંકી સુધીમાં ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા, આ વિસ્તારમાંથી ગેરકાયદેસર નાના-મોટા દબાણો હતા જેને દૂર કરાયા હતા તથા કેટલી દુકાનો-લારીઓ જપ્ત કરવામાં આવી હતી.

એક સપ્તાહમાં 150થી વધુ દબાણો હટાવ્યા
દબાણ હટાવ વિભાગનો કાફલો કુંભારવાડા વિસ્તારમાં પહોંચ્યો હતો અને રસ્તા પર રાખેલા ગેરકાયદે લારી-ગલ્લા, કેબીનો ક્રેઇનની મદદ વડે જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત પાકા બનાવાયેલા ઓટલા સહિતના બાંધકામો પણ જેસીબીથી તોડી પાડવામાં આવ્યાં હતાં. છેલ્લા એક સપ્તાહમાં મહાપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી 150થી વધુ દબાણો હટાવ્યાં હતા, જ્યારે કેટલીક લારી-ગલ્લાઓ અને કેબીનો જપ્ત કરવામાં આવી હોવાનું દબાણ હટાવ વિભાગના વડા ફાલ્ગુનભાઇ શાહેએ જણાવ્યું હતું.

31 પોઇન્ટ પરથી પૂળાઓ જપ્ત કરાયા
આ અંગે દબાણ હટાવના અજીતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, આજે શહેરના ક્રેસન્ટ, મેઘાણી સર્કલ, જેવલર્સ સર્કલ, પાણીની ટાંકી સુધીમાં ગેરકાયદેસર નાના-મોટા દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તથા શહેરના જુદી જુદી 31 પોઈન્ટ પરથી 100થી પૂળાઓ જપ્ત કરવામાં આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.