Saturday, April 1, 2023

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજનો સ્થાપના દિવસ-વાર્ષિકોત્સવ યોજાયો; એકતાનગર ખાતે કાર્યશાળા યોજાઈ | Government Education and Science College Foundation Day-Anniversary held; A workshop was held at Ektanagar | Times Of Ahmedabad

નર્મદા (રાજપીપળા)37 મિનિટ પહેલા

  • કૉપી લિંક

16મો વાર્ષિકોત્સવ યોજાયો…
સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા ખાતે આચાર્ય ડો. અનિલા કે. પટેલની આગેવાનીમાં કોલેજનો સ્થાપના દિવસ અને 16મો વાર્ષિકોત્સવ તથા TYBAના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે દેડિયાપાડાના પ્રાંત અધિકારી આનંદ ઉકાણી, અતિથિ વિશેષ તરીકે સરકારી વિનયન કોલેજ તિલકવાડાના ગુજરાતી વિષયના અધ્યાપક ડૉ. પિનાકીન જોષી, આર્ટસ અને કોમર્સ કોલેજ ઓલપાડના ઇતિહાસના અધ્યાપક ડૉ. પ્રવિણ ચૌધરીએ હાજર રહી કાર્યક્રમને શોભાવ્યો હતો. પ્રાંત અધિકારી આનંદ ઉકાણીએ વિદ્યાર્થીઓને કારકિર્દી લક્ષી માર્ગદર્શન તથા પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.

વાર્ષિકોત્સવને અનુરૂપ વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ, લોકગીત, સંગીત અને નૃત્ય તથા નાટકો પ્રસ્તુત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. ધર્મેશ વણકરે કર્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સહિત કોલેજનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

બે દિવસીય કાર્યશાળા યોજાઈ…
નીતિ આયોગના આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ હેઠળ નર્મદા જિલ્લામાં પિરામલ ફાઉન્ડેશન દ્વારા પેયજલ પ્રબુદ્ધ ગરૂડેશ્વરના એકતા નગર ખાતે બે દિવસીય કાર્યશાળા યોજાઈ હતી. જેમાં પિરામલ ફાઉન્ડેશનના ગુજરાત રાજ્યના નર્મદા અને દાહોદ, રાજસ્થાન રાજ્યના સિરોહી અને બારાં જિલ્લામાં કામ કરતી ટીમો તેમજ વાસ્મોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

પ્રોગ્રામ મેનેજર જમા કેશવાણી અને પ્રોગ્રામ લીડર્સ દ્વારા કાર્ય શાળાના બીજા દિવસે ભ્રમણદલને નાંદોદ તાલુકાના સુંદરપુરા અને ગરુડેશ્વર તાલુકાના નવા વાઘપુરા એમ બે ગામમાં મુલાકાત કરાવી હતી. આ મુલાકાત દરમિયાન ગામના સરપંચ અને ગામની પાણી સંરક્ષણ સમિતિ (વી.ડબલ્યુ.એસ.સી.) દ્વારા કરવામાં આવતા નવીનતમ કાર્ય અને પ્રયાસોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગામની પાણી સંરક્ષણ સમિતિ દ્વારા ગામમાં પાણીની સગવડતા, પાણીની સુરક્ષા, પાણીની ગુણવત્તા અને પાણીનો બચાવ કેવી રીતે કરવામાં આવે છે એ અંતર્ગત સરપંચ ગ્રામજનો અને વી.ડબલ્યુ, એસ.સી. સમિતિ સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. ગુજરાત અને રાજસ્થાનમાંથી આવેલા દાહોદ, નર્મદા, બારાં અને સિરોહી જિલ્લામાં પેયજલ પ્રબુદ્ધ ગામ અંતર્ગત ચાલતા કાર્યક્રમોને વધુ અસરકારક અને સચોટ વેગ મળી રહે તે હેતુસર આ મુલાકાત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.