Tuesday, April 18, 2023

SMCએ દરોડો પાડીને 18 શકુનીની ધરપકડ કરી, 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો | SMC raids, arrests 18 Shakunis, seizes over Rs 2 lakh | Times Of Ahmedabad

અમસા18 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ઝડપાયેલી આરોપીઓ. - Divya Bhaskar

ઝડપાયેલી આરોપીઓ.

અમદાવાદમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર પોલીસની રેડ થઈ રહી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં જ અમદાવાદ શહેરના સિંધુભવન વિસ્તારની તાજ હોટેલમાંથી જુગાર રમતા મોટા માથાઓ પકડાયા હતાં. ત્યારે હવે શહેરના ચાંદખેડા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ પાડીને 18 શકુનીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ચાર આરોપી ફરાર થઈ જતાં વોન્ટેડ છે.

જુગાર રમતાં 18 આરોપીની ધરપકડ
પ્રાપ્ત વિગતો પ્રમાણે ચાંદખેડા ગામ વાડાતળાવના કાંઠા વિસ્તારમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન સેલ દ્વારા જુગાર રમતાં 18 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે તેમની સાથે રહેલા બીજા ચાર આરોપીઓ ફરાર થઈ જતાં તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે. આરોપીઓની તપાસ હાથ ધરીને SMC દ્વારા વધુ શોધખોળ શરૂ કરવામાં આવી છે. એસએમસીએ રેડ દરમિયાન 37 હજાર રૂપિયા રોકડા, 259ના કોઈન, 9 નંગ મોબાઈલ, પાંચ વાહનો થઈ કુલ 2.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

કબજે લીધેલ મુદ્દામાલ.

કબજે લીધેલ મુદ્દામાલ.

2.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
ઉલ્લેખનીએ છે કે, અગાઉ પણ ચાંદખેડા પોલીસ સ્ટેશન દારૂ-જુગારના કારણે સતત બદનામ રહે છે. વિજિલન્સ અને પીસીબીએ પણ આ વિસ્તારમાં રેડ કરી છે, ત્યારે ફરી એક વખત આટલો મોટો જુગારધામ જડપાતા સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ થતું હોય તેવી ચર્ચા પણ પોલીસબેડામાં શરૂ થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: