પચાસ રૂપિયાની બચતથી શરુ થયેલી મંડળી આજે કરોડોનું ધિરાણ કરતી થઇ; મંડળીના તમામ સભાસદો સમક્ષ હિસાબો રજૂ કરાયા | The society that started with a savings of fifty rupees is now lending crores; Accounts were presented before all the members of the society | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • The Society That Started With A Savings Of Fifty Rupees Is Now Lending Crores; Accounts Were Presented Before All The Members Of The Society

પોરબંદરએક કલાક પહેલા

  • કૉપી લિંક

રાણાવાવ તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીની નવમી સાધારણ સભા યોજાઇ હતી. સાધારણ સભામાં રાણાવાવ તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીના પ્રમુખ પોપટ ખુંટીના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમા મંડળીના તમામ સભાસદોની સમક્ષ વર્ષ 2021-22ના હિસાબો રજુ કરવામાં આવ્યા હતા. સાથે જ સાધારણ સભામાં મંડળીના વિકાસ અર્થે અનેક ઠરાવો રજૂ થયા હતા. જેમા આવતા દિવસોમાં કરવામાં આવનાર વિકાસનો રોડ મેપ પણ રજુ કરવામાં આવ્યો હતો. પ્રમુખ પોપટ ખુંટીએ જણાવ્યું હતું કે, નવ વર્ષ પહેલા પચાસ રુપિયાની બચતથી શરુ થયેલી મંડળી આજે કરોડો રૂપિયાનું ધિરાણ કરતી થઇ છે. જે શિક્ષકો દ્વારા પોતાની રીતે જ બેંકની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સાથે શિક્ષકો દ્વારા જ માનદ સેવાથી વહિવટી ખર્ચ રહિત મંડળી બહુ મોટી સગવડ ઉભી થઈ છે. જે સહકારનો વિકાસ અનેક સમસ્યાઓનો ઉકેલ પણ આપી શકે છે.

આગામી સમયની યોજનાઓ અંગે માહિતી આપતા ઉપપ્રમુખ રાણા ખુંટીએ મંડળીની કરવામાં આવનાર કામગીરી અંગે માહિતી આપી હતી. તો મંડળીના તમામ હિસાબો મંત્રી નરેન્દ્ર પટેલ દ્વારા રજુ કરવામાં આવ્યા હતા. આ સભામાં રાણાવાવ તાલુકાની અન્ય કચેરીના કર્મચારીઓ અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાણાવાવ તાલુકા પંચાયત પ્રમુખ સામત મોઢવાડીયા, મામલતદાર યશોરાજ વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા, પોરબંદર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હિરેન ઓડેદરા, પોરબંદર તાલુકા શિક્ષક મંડળીના પ્રમુખ હમીર ખીસ્તરીયા, આચાર્ય સંઘના પ્રમુખ મુળુ ઓડેદરા તથા સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાના મેનેજર તથા અન્ય આમંત્રિત મહેમાનો પણ ઉપસિથત રહ્યાં હતા અને મંડળીને શુભકામનાઓ પાઠવી સહકારી ક્ષેત્રના વિકાસને વેગ આપવા બદલ સૌ સભાસદોને બિરદાવ્યા હતા.

આવતા દિવસોમાં સહકારના વિકાસ માટે જે પણ ઘટતુ કરવાનું હશે તે કરવામાં આવશે. સાથે જ સમયની માંગને પહોંચી વળવા શિક્ષકોના સહકારથી ભવિષ્યમાં અન્ય સહકારની યોજનાઓ પણ બનાવવામાં આવશે અને ઝડપી અને પારદર્શક વહિવટથી મંડળીમાં વધારાની અન્ય યોજનાઓ પણ મુકવામાં આવશે. તેમ મંડળીના પ્રમુખ પોપટ ખુંટીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم