મહેસાણા7 કલાક પહેલા
- કૉપી લિંક
મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝા શહેરમાં એસઓજી ટીમે ખાનગી રાહે અફીણ વેંચતા શખ્સ ને ઝડપી વધુ તપાસ આદરી છે.એસઓજી એ અગાઉ પણ ઊંઝા માંથી ગાંજા સહિતની ની ચીજવસ્તુઓ ઝડપી હતી.જોકે આજે ફરી મોટી કિંમતમાં અફીણ વેંચતા શખ્સ ને ઝડપી મહેસાણા એસઓજી એ મોટી સફળતા મેળવી છે.
ઊંઝા શહેરમા આવેલા તિરુપતિ માર્કેટ મા આવેલ દુકાન ન 11 પ્રથમ માળે એસ.બી.આઈ બેન્ક પાસે રાજસ્થાન ના બાડમેર જિલ્લાનો જાટ બાબુલાલ હનુમાન રામ પોતાની દુકાનમાં વગર લાયસન્સએ અફીણ વેચતો હોવાની બાતમી મહેસાણા એસઓજી ટીમને મળી હતી.
બાતમી આધારે મહેસાણા એસઓજી ટીમના સ્ટાફે ઊંઝા તિરુપતિ માર્કેટમાં આવેલ દુકાન ન 11 માં દરોડો પાડી અફીણ વેંચતા જાટ બાબુલાલ હનુંમાનરામ ને ઝડપી લીધો હતો.તપાસ દરમિયાન એસઓજી ટીમે 2 કિલો 307 ગ્રામ અફીણ કિંમત 2 લાખ 30 હજાર 700,થતા એક મોબાઈલ કિંમત 10,000 , વજન કાંટા 2 કિંમત 2500, રોકડા 5,950 મળી કુલ 2,49,140 કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.તેમજ અફીણ નો જથ્થો મોકલનાર ઉદયપુરના સીસોદીયા કુશાલસિંહ ને ઝડપવા તજવીજ આદરી છે.