ભાવનગર19 મિનિટ પહેલા
- કૉપી લિંક

ભાવનગર સ્પેશ્યિલ ઓપરેશન ગૃપની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમી આધારે ઘોઘાસર્કલ વિસ્તારમાંથી એક શખ્સને દેશી બનાવટની પિસ્ટલ તથા 3 જીવતા કાર્ટિસ સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

એસઓજીએ બાતમી આધારે ઝડપી લીધો
આ સમગ્ર બનાવ અંગે એસઓજી કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ એસ ઓ જી ની ટીમ જાહેર-સુરક્ષા વ્યવસ્થા અકબંધ રાખવા શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગમાં હોય એ દરમિયાન બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે, ઘોઘાસર્કલ વિસ્તારમાં એક શખ્સ દેશી પિસ્ટલ સાથે ગુનાહિત ઈરાદાઓ સાથે ફરે છે જે હકીકત આધારે ટીમે ઘોઘાસર્કલ સ્થિત વાહે ગુરૂ કોમ્પલેક્ષ પાસેથી બાતમીદારોએ આપેલ વર્ણન વાળા શખ્સને અટકમાં લઈ તેની અંગ ઝડતી સાથે નામ-સરનામું પૂછતાં આ શખ્સે પોતાનું નામ મુકેશ ધૂડા મકવાણા ઉ.વ.41 રે.પ્લોટનં-219 રૂવાપરી રોડ-ખેડૂતવાસ વાળો હોવાનું જણાવ્યું હતું.
આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો
આ શખ્સના કબ્જા તળેથી દેશી બનાવટની પિસ્ટલ નંગ એક તથા જીવતા કાર્ટિસ નંગ-3 વિના લાઈસન્સ કે આધાર-પુરાવા વિના મળી આવતા આ હથિયાર અંગે પુછતાછ હાથ ધરતા શખ્સ સંતોષકારક જવાબ ન આપી શકતાં આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી રૂપિયા 20,000ની કિંમતનો દેશી તમંચો તથા કાર્ટિસ નંગ-3 કિંમત રૂ.300 મળી કુલ રૂ.20,300નો મુદ્દામાલ સાથે આરોપીને પણ બી-ડીવીઝન પોલીસને હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
0 comments:
Post a Comment