અમદાવાદ સાયબર ક્રાઈમ અને SOGની ટીમોએ ન્યૂડ વીડિયો કોલ, આર્મીની ઓળખ આપી સ્કેમ કરતા 4 આરોપીની ધરપકડ કરી | Ahmedabad cybercrime and SOG teams arrested four accused for scamming nude video call, army identity | Times Of Ahmedabad

અમદાવાદ34 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સાઇબર ક્રાઈમ માટે જામતારા સૌથી વધારે ફેમસ છે, પરંતુ હવે અન્ય રાજ્યો પણ સાયબર ક્રાઈમ કરવામાં આગળ વધી રહ્યા છે. જેમાં ગુજરાતના લોકો સૌથી વધુ સાયબર ક્રાઈમનો શિકાર બની રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી સાયબર ક્રાઇમ તેમજ SOGની અલગ અલગ ટીમો આવા સાયબર ફ્રોડ કરનારી ગેંગને પકડી રહ્યા છે. અમદાવાદ સાયબર ક્રાઈમ અને SOGની ટીમોએ ન્યૂડ વીડિયો કોલ, આર્મીની ઓળખ આપી સ્કેમ કરતા ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

રાજસ્થાનમાં એક ખાસ ઓપરેશન હાથ ધરાયું
અમદાવાદ સાયબર ક્રાઇમ અને SOGની અલગ અલગ ટીમો છેલ્લા એક અઠવાડિયાથી રાજસ્થાનના અલગ અલગ જિલ્લાઓમાં એક ખાસ ઓપરેશન હાથ ધર્યું હતું. અમદાવાદમાં બની રહેલા અનેક પ્રકારના સાઇબર ફ્રોડ એટલે કે, ન્યૂડ વીડિયો કોલ, વર્ક ફ્રોમ હોમ, વસ્તુઓના પેકિંગ, આર્મીની ઓળખ આપી થતાં ફ્રોડને લઇને નોંધાયેલી ફરિયાદોના આરોપીઓને પકડવા માટે આ ઓપરેશન હાથ ધરમવા આવ્યું હતું. આ ખાસ ઓપરેશનમાં પોલીસની ટીમોએ વેશ પલટો કરીને ગામડાઓમાં આરોપીઓને શોધવા પહોંચ્યા હતા. એક ગ્રામ્ય વિસ્તારમાં આરોપીની ધરપકડ કર્યા બાદ સ્થાનિકોએ પોલીસ પર હુમલો પણ કર્યો હોવાનું સામે આવ્યું હતું. આ ઓપરેશનમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં બે કિશોરનો પણ સમાવેશ થાય છે. ​​​​​​​

વીડિયો કોલ કરી યુવતી સાથેનું ન્યૂડ સ્ક્રીન રેકોર્ડિંગ કરતા
આરોપોની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ આરોપીઓએ ફક્ત અમદાવાદ જ નહીં પણ અન્ય જિલ્લાઓના લોકોને સાઇબર ફ્રોડનો શિકાર બનાવ્યા છે. આરોપીઓ પાસેથી કબ્જે લેવાયેલા 8 જેટલા મોબાઈલમાંથી અનેક ફ્રોડની માહિતી પણ સામે આવી છે. પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે આ આરોપીઓ ફક્ત એક જ પ્રકારનો ફ્રોડ નથી કરતા પણ અલગ અલગ પ્રકારના ફ્રોડ કરવામાં માહિર છે. આ ઉપરાંત અલગ અલગ લોકોના બેન્ક એકાઉન્ટમાં પણ રૂપિયા જમાં થયા હોવાની માહિતી મળી આવી છે. આરોપીઓ પાસેથી મળેલા મોબાઇલનો જે ડેટા ડિલીટ કર્યો છે તેને પણ રિકવર કરી અન્ય ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવશે. આ આરોપીઓ ન્યૂડ કોલ કર્યા બાદ તેનું સ્ક્રીન રેકોર્ડિંગ વાઇરલ કરી દેવાની ધમકી આપતા હોય છે. આ ઉપરાંત નકલી પોલીસ અધિકારીની ઓળખ પણ આપે છે અને વીડિયો કોલમાં જે યુવતી સાથે વાત કરી હતી તેને આપઘાત કરી લીધો છે. તે કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લોકોને બ્લેક મેઈલ કરી લાખો કરોડો રૂપિયા પડાવવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ​​​​​​​

અમદાવાદ સાયબર ક્રાઇમમાં લોકોએ ફરિયાદ નોંધાવી
મહત્વનું છે કે, અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફ્રોડનો ભોગ બનનારા લોકોએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં શહેરમાં રહેતા એક વૃદ્ધે પોતે ન્યૂડ વીડિયો કોલનો શિકાર બન્યાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં વૃદ્ધ પાસેથી અઢી કરોડથી વધુની રકમ પડાવી લીધી હતી. બીજી ફરિયાદમાં આર્મીના કેમ્પમાં એર કંપ્રેસર ખરીદ કરવાનું કહી આર્મીના નિયમ મુજબ ક્રેડિટ એડવાન્સ પેમેન્ટ કરવાનું કહી છ લાખથી વધુની રકમ પડાવી લીધી હતી. જ્યારે ત્રીજી ફરિયાદમાં વર્ક ફ્રોમ હોમમાં નટરાજ પેન્સિલનું પેકિંગ કામ કરવાનું કહી અલગ અલગ પ્રકારની ફી ભરાવી 9 હજારથી વધુની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ​​​​​​​

મેવાતના ગામોમાંથી ગઠિયાઓ લોકોને શિકાર બનાવતા
રાજસ્થાનના ભરતપુર જિલ્લાના મેવાત વિસ્તાર તેમજ હરિયાણાનાં મેવાત વિસ્તારનાં અલગ અલગ ગામોમાંથી સાયબર ગઠિયાઓ લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. ખાસ કરીને જે પ્રકારે જામતારામાંથી સાઇબર ફ્રોડ થતાં હતાં, તેને જોઈને હવે રાજસ્થાન હરિયાણા બોર્ડના ગામડામાંથી પણ આ પ્રકારે સાયબર ફ્રોડ થવા લાગ્યા છે. ખાસ કરીને વ્યુડ વીડિયો કોલ, બેન્ક ફ્રોડ કોલ તેમજ કોણ પણ વસ્તુના પેકિંગ માટે જોબ વર્ક આપવાના બહાને લોકો પાસેથી પૈસા પડાવી લેવામાં આવે છે. આ ઉપરાંત વર્ક ફ્રોમ હોમ અને યુટ્યુબ પર વીડિયો લાઈક કરી પૈસા કમાવવાની લાલચમાં પણ લોકો સૌથી વધુ પૈસા ગુમાવી રહ્યાં છે. સાઇબર ક્રાઇમે લોકોના ગયેલા પૈસા પરત અપાવવા અને આરોપીઓને પકડવા ઓપરેશન હાથ ધર્યું છે. સાથેજ લોકોએ પણ સાવચેતી રાખવી એટલી જ જરૂરી બની ગયું છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم