Saturday, April 1, 2023

ભરૂચ SOG પોલીસે લોન લઈને કરોડોની છેતરપીંડી કરનાર વચેટીયાને ઝડપી પાડ્યો; પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા | Bharuch SOG police nabs middleman who defrauded crores of loans; The police obtained a three-day remand | Times Of Ahmedabad

અંકલેશ્વરએક કલાક પહેલા

  • કૉપી લિંક

અંકલેશ્વરમાં બાળપણના મિત્રએ મિત્રને ધંધોમાં સેટ કરવા શિક્ષિકા પત્નીના નામે બે કરોડ ઉપરાંતની લોન લઈ લક્ઝરીયસ કારો ખરીદી કરીને છેતરપિંડી કરનાર વ્યક્તિને Sog પોલીસે ઝડપી પાડ્યો છે. આ ઈસમએ અન્ય લોકો સાથે પણ કરોડોની છેતરપીંડી કરી હોવાનું ખુલ્યું છે. SOGએ ભરૂચના મિડિયેટરની ધરપકડ કરી સોમવાર સુધીના રીમાન્ડ મેળવ્યા છે.

SOGએ વચેટીયાને ઝડપી પાડીને રિમાન્ડ મેળવ્યા છે
અંક્લેશ્વરની મહિલા શિક્ષિકાના પતિના બાળપણના ખાસ મિત્રએ ટ્રાવેલ્સના ધંધામાં લાખોની કમાણીના સ્વપ્ન બતાવ્યા બાદ શિક્ષિકા અને તેના પતિને ભોળવી તેમના નામે અલગ અલગ બેંકોમાંથી રૂ. 2.06 કરોડની લોન લીધી. જેમાંથી 14 નવી લક્ઝરીયસ કાર ખરીદી રફૂચક્કર થઇ ગયા હતા. આ મામાલે શિક્ષિકાએ અંકલેશ્વર પોલીસ મથકમાં છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ SOGએ આ મહાઠગાઈ કાંડમાં સંડોવાયેલાં ભરૂચના વચેટીયા એવા સમીર મહારાઉલજીને ઝડપી પાડ્યો છે.

આરોપીઓએ નવી 25 લક્ઝરીયસ કારો ગાયબ કરી દીધી છે
જ્યારે આ કામના માસ્ટર માઇન્ડ મુંબઈના રાહુલ શાહ અને તેની ટોળકીએ ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલાં રવિકિરણ કોમ્પ્લેક્ષમાં હેર કટીંગની દુકાન ધરાવતાં મહેશ રતીલાલ લિમ્બચિયાને પણ સમીર મહારાઉલજીએ કૌભાંડના મુખ્ય સુત્રધાર રાહુલ ઉર્ફે સચિન ગિરીષ શાહ સાથે ભેટો કરાવ્યો હતો. કંપનીના કર્મચારીઓની અવર-જવર માટે વાહનોની જરૂરિયાત હતી. જેથી ટ્રાવેલ્સના ધંધામાં રોકાણ કરી લાખો કમાવવાની લાલચ આપી હતી. જે બાદ તેના દસ્તાવેજોના આધારે અલગ અલગ બેન્કમાંથી કુલ 1.56 કરોડની મત્તાની 11 લક્ઝરીયસ કાર ખરીદી કરીને ઠગાઇ કરી હતી. અંક્લેશ્વરની મહિલા શિક્ષિકા અને ભરૂચના શખ્સ પાસેથી મળી ભેજાબાજોએ કુલ 3.62 કરોડથી વધુનું કાર લોન કાંડ કરીને નવી નક્કોર 25 ગાડીઓ લઇ ગાયબ કરી દેવાઈ છે.

આ ભેજાબાજોએ અલગ અલગ જિલ્લાઓમાંથી ફુલેકુ ફેરવ્યું છે
સમગ્ર છેતરપીંડીમાં કાર લોન રેકેટનો માસ્ટર માઇન્ડ મુંબઇ ખાતે રહેતો રાહુલ ઉર્ફે સચિન ગિરીષ શાહ છે. તેના વિરૂદ્ધમાં અમદાવાદમાં રૂ. 6થી 7 કરોડથી વધુની ઠગાઇની ફરિયાદો નોંધાઇ છે. જ્યારે વડોદરામાં પણ તેણે એફડીમાં રૂપિયા મુકવાની મોડસ ઓપરેન્ડીથી 1.75 કરોડનું ફુલેકું ફેરવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હાલમાં સમીર મહારાઉલજીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી મુખ્ય ભેજાબાજોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.