Thursday, April 20, 2023

અમરેલી શહેરમાં SOGની ટીમે બે કિલો ગાંજા સાથે એક મહિલાને ઝડપી લીધી | In Amreli town, SOG team nabbed a woman with two kilos of ganja | Times Of Ahmedabad

અમરેલીએક કલાક પહેલા

  • કૉપી લિંક

અમરેલી શહેર અને જિલ્લામાં નશીલા પદાર્થ ઝડપાવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. અમરેલી જિલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડી યુવાધનને બરબાદીનાં રસ્તે જતા અટકાવવા જરૂરી માર્ગદર્શન આપતા અમરેલી સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચના પી.આઈ. એસ.જી.દેસાઇ તથા એસ.ઓ.જી.ટીમ અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન ખાનગી બાતમીના આધારે માહિતી મળી કે, અમરેલી શહેરમાં રહેતા જેતુનબેન ઉર્ફે નજુબેન અબુશા ઓઠા, મોટા કસ્બાવાડ ગુદીયા ચોરા પાસે પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાને ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે. જે બાતમીના આધારે રેડ કરતા એક મહિલાને ઝડપી પાડવામા પોલીસને સફળતા મળી છે. જોકે, બે આરોપીઓ પોલીસના હાથ લાગ્યા ન હતા.

પકડવાનાં બાકી આરોપી

સોહિલ હારૂનભાઇ અગવાન, રહે.અમરેલી, બહારપરા, મંડોરા શેરી, તા.જિ.અમરેલી. સમીર જમાલભઇ કુરેશી, રહે.અમરેલી, સંધી સોસાયટી, ઓપન જેલની પાછળ, તા.જિ.અમરેલી.

કબ્જે કરેલ મુદ્દામાલ
માદક પદાર્થ ભેજવાળો 2 કીલો 0.15 ગ્રામ કિ.રૂા.20,155/- તથા મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂા.500/-મળી કુલ કિ.રૂા.20,650/- મુદામાલ સાથે ઝડપી પાડવામા આવ્યો મહિલાને વધુ તપાસ અર્થે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
​​​​​​​અગાવ ગાંજાનું વાવેતર પણ મળી આવ્યું હતું
​​​​​​​
અગાવ અમરેલી જિલ્લામાં ગાંજાનું વાવેતર પણ મળી આવ્યું હતું. ગાંજો અનેક વખત છૂટો છવાયો પોલીસના હાથે ઝડપાય છે ત્યારે ગાંજો ક્યાં ક્યાં વિસ્તારમાં સપ્લાય થતો હતો? કેટલા સમયથી વેચાણ થતું હતું કે કેમ.? અન્ય આરોપીઓ સાથે વધુ કેટલા સંડોવાયેલા છે કે કેમ? સહિત પોલીસ મહિલા આરોપીની પૂછપરછ કરશે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: