કોસ્ટલ સિક્યુરિટી મુદ્દે કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે બેઠક યોજી, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લાના SP ઉપસ્થિત રહ્યાં | A meeting was held with Coast Guard officials on the issue of Coastal Security, SPs of Porbandar, Jamnagar, Devbhoomi Dwarka, Junagadh and Gir Somnath districts were present. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • A Meeting Was Held With Coast Guard Officials On The Issue Of Coastal Security, SPs Of Porbandar, Jamnagar, Devbhoomi Dwarka, Junagadh And Gir Somnath Districts Were Present.

પોરબંદર24 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજ્યના પોલીસવડા વિકાસ સહાય પોરબંદર જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા છે. જેઓ કોસ્ટગાર્ડ હેડ ક્વાર્ટર ખાતે કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે કોસ્ટલ સિક્યુરિટીને લઈને વિવિધ મુદ્દે બેઠક યોજી હતી.

DGP વિકાસ સહાય પોતાની બે દિવસીય મુલાકાત માટે પોરબંદર આવી પહોંચ્યાં હતા. જ્યાં તેઓનું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આજે પોરબંદર ખાતે આવેલા કોસ્ટગાર્ડના ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર નંબર 1 ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ કોસ્ટલ સિક્યુરિટી મુદ્દે પોલીસ અને કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં કોસ્ટલ જિલ્લા પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને ગીરસોમનાથ જિલ્લાના પોલીસ વડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત દેશનો સૌથી લાંબો 1600 કિલોમિટરનો દરીયા કિનારો ધરાવે છે. તેમાં પણ સૌરાષ્ટ્રનો દરીયાઈ વિસ્તાર ખુબ જ સંવેદનશીલ ગણવામાં આવે છે. આ દરીયાઈ વિસ્તારમાં અવાર નવાર ડ્રગ્સ, હેરોઇન સહિતના નશીલા પદાર્થો તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સમયાંતરે ઝડપાતી રહે છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم