Tuesday, April 25, 2023

સુરતમાં લાઇબ્રેરીમાં વિશેષ ઓડિયો વિઝ્યુઅલ સેન્ટર ઉભું કરાયું, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી બનશે | Special audio visual center set up in library in Surat, will be useful for competitive exams | Times Of Ahmedabad

સુરત41 મિનિટ પહેલા

  • કૉપી લિંક
સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે સ્માર્ટ લાઈબ્રેરીનું લોકાર્પણ - Divya Bhaskar

સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે સ્માર્ટ લાઈબ્રેરીનું લોકાર્પણ

રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ ગ્રંથાલય વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત જિલ્લા સેવાસદન-2, બ્લોક-એ, ગ્રાઉન્ડ ફ્લોર સ્થિત સરકારી જિલ્લા ગ્રંથાલય ખાતે જિલ્લા કલેક્ટર આયુષ ઓકના હસ્તે સ્માર્ટ લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે અહીં પુસ્તક પ્રેમીઓ માટે આઝાદીને લગતા મહત્વના પુસ્તકોનું પ્રદર્શન પણ યોજાયું હતું.

સ્માર્ટ લાઇબ્રેરીનું લોકાર્પણ
સુરત કલેક્ટર કચેરી ખાતે આગવી પહેલ સમાન ‘સ્માર્ટ લાઇબ્રેરી’ ખુલ્લી મુકવાથી સરકારી નોકરી માટે વિવિધ ભરતી પરીક્ષાની તૈયારી કરતા યુવાઓ સ્માર્ટ મહેતન કરી શકશે. તેઓ સાંપ્રત સયમમાં દેશ-દુનિયામાં ચાલી રહેલી ગતિવિધિઓથી પણ અવગત થશે. સ્માર્ટ લાઇબ્રેરીમાં 41 હજારથી વધુ પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. જે પુસ્તક પ્રેમીઓ માટે વાંચનના ખજાના સમાન નિવડશે.

‘સ્માર્ટ લાઈબ્રેરી’માં ઓડિયો વિઝયુઅલ સેન્ટર
સ્માર્ટ લાઇબ્રેરીમાં 100 યુવાઓ બેસીને વાંચન કરી શકે તેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથે દૈનિક/સામાયિક વિભાગ, વાઇફાઇ અને કોમ્પ્યુટરની પણ સુવિધા સાથે આ લાઇબ્રેરી સજ્જ છે. આ લાઇબ્રેરીમાં વિશેષ ઓડિયો વિઝ્યુઅલ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસીસની વ્યવસ્થા
લાઇબ્રેરીમાં વાંચન માટે આવતા યુવાનો જી.પી.એસ.સી./યુ.પી.એસ.સી.ની પરીક્ષા સંબંધિત વીડિયો એક સાથે 25-30 યુવાનો ડિજિટલ સ્ક્રીન પર નિહાળી શકશે. આગામી દિવસોમાં ઓડિયો વિઝયુઅલ સેન્ટરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસીસની પણ વ્યવસ્થા કરાશે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: