મહેસાણાએક કલાક પહેલા
- કૉપી લિંક
ખેરાલુ ખાતે પાંચ વર્ષની બાળકી પોતાની બહેન ને ચા આપવા જતી હતી એ દરમિયાન એક સરકારી બસ ખેરાલુ બસ સ્ટોપ બાજુ આવતી હતી એ દરમિયાન બાળકી બાલાપીર સર્કલ પાસે ઉભી હતી એ દરમિયાન સરકારી બસના ચાલકે બાળકીના પગ પર બસ ચડાવી દેતા તેના પગે ગંભીર ઇજાઓ થવા પામી હતી.જોકે સમગ્ર કેસમાં બાળકીને સારવાર માટે ખસેડી બસ ચાલક સામે ફરિયાદ નોંધાઇ છે.
ખેરાલુ ખાતે ટીબલીવાસ મા રહેતી 5 વર્ષની પ્રિયા કાકાની દીકરી ને નદી એરિયા ખેતરમાં ચા આપવા જતી હતી એ દરમિયાન GJ18Z6796 સરકરી બસ ખેરાલુ ડેપો બાજુ આવતી જતી જ્યાં બાળકી બાલાપીર સર્કલ પાસે ઉભી હતી.એ દરમિયાન બસ ચાલકે બસનું આગળ નું ટાયર બાળકીના પગ પર ચડાઈ દેતા ડાબા પગનો પંજો ટાયર ના વજનથી કચડાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં પરિવાર જનો ઘટના સ્થળે દોડી આવી બાળકીને 108 મારફતે વડનગર સિવિલ લાવામાં આવી હતી.જ્યાં બાળકીનો પગ છુદાઈ જતા પ્લાસ્ટિક સર્જરી કરવાની જરૂર પડતા બાળકીને અમદાવાદ સિવિલ વધુ સારવાર માટે ખસેડવામાં આવી હતી.સમગ્ર કેસમાં બાળકીના પિતાએ બસ ચાલક સામે ખેરાલુ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.