પહેલી મેના રોજ ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી જામનગર ખાતે યોજાશે | State level celebration of Gujarat Pride Day will be held at Jamnagar on 1st May | Times Of Ahmedabad

જામનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

જામનગરમા પહેલી મે એટલે કે ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત આગામી પહેલી મેના રોજ ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જામનગર ખાતે યોજાનાર છે. જે સમગ્ર ઉજવણી સુચારૂ રીતે યોજાય તેમજ તમામ આયોજનો સંપૂર્ણ સુયોજિત બને તે હેતુથી જિલ્લા કલેકટર બી.એ. શાહના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેઠકમાં કલેક્ટરએ કાર્યક્રમનું સ્થળ, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણની વિગત, વાહન વ્યવસ્થા ,મંડપ, સ્ટેજ, બેઠક તથા પાર્કિંગ વ્યવસ્થા, વ્યક્તિ વિશેષના સન્માન, વીજ પુરવઠાની વ્યવસ્થા, શસ્ત્ર પ્રદર્શન, તમામ તાલુકા મથકો તથા મહત્વના પ્રવાસન સ્થળોએ સુશોભન અને સ્વચ્છતા અભિયાન, કાર્યક્રમ પૂર્વે કરવાની થતી વિવિધ વિશેષ દિનોની ઉજવણી વગેરે અંગે વિવિધ વિભાગોએ કરવાની થતી કામગીરી વિશે જરૂરી સૂચનો કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેક્ટર બી.એન.ખેર, તમામ પ્રાંત અધિકારીઓ સહિત સંકલન સમિતિના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post