السبت، 29 أبريل 2023

નંદાણા ખાતે રાજ્ય કક્ષાની કુસ્તી સ્પર્ધાનો પ્રારંભ, જિલ્લામાં પ્રેરણારૂપ પ્રવૃત્તિ 'અનામી પારણું' શરૂ કરવામાં આવી | State level wrestling competition launched at Nandana, motivational activity 'Anami Parna' launched in the district | Times Of Ahmedabad

દ્વારકા ખંભાળિયાએક કલાક પહેલા

  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને કુસ્તી એસોસિએશન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે રાજ્ય કક્ષાની કુસ્તી સ્પર્ધા આજરોજ શનિવારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નંદાણા સ્થિત મયુર શૈક્ષણિક સંકુલ ખાતે શરૂ કરવામાં આવી છે.

નંદાણા સ્થિત ડી.એલ.એસ.એસ. ખાતે યોજવામાં આવેલી રાજ્યકક્ષાની અંડર 17 કુસ્તી ટુર્નામેન્ટ-2023 ના આયોજનમાં સમગ્ર રાજ્યમાંથી આશરે 150 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં આશરે 60 જેટલી યુવતીઓ પણ કુસ્તી સ્પર્ધામાં જોડાઈ હતી.

આજરોજ શનિવાર તથા રવિવારની બે દિવસીય આ સ્પર્ધાના પ્રારંભે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડીવાયએસપી સમીર સારડા તથા હાર્દિક પ્રજાપતિએ ખાસ ઉપસ્થિત રહી અને દીપ પ્રાગટ્ય કર્યું હતું. આ આયોજન માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના રમત અધિકારી એચ.કે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આયોજન થયું હતું.

નંદાણા ડી.એલ.એસ.એસ. મયુર શૈક્ષણિક સંકુલના ટ્રસ્ટી મુળુભાઈ કંડોરીયા તથા ખીમભાઈ આંબલીયાએ આ સ્પર્ધા માટે નોંધપાત્ર સહયોગ આપી, ખૂટતી સુવિધાઓ પૂરી પાડી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રેરણારૂપ પ્રવૃત્તિ “અનામી પારણું”…
કોઈપણ વ્યક્તિ કે નવજાત બાળકના માતા દ્વારા પોતાના તાજા જન્મેલા બાળકને કોઈ કારણસર નિર્જન સ્થળોએ ત્યજી દેવામાં આવે છે. ક્યારેક ઝાળીમાં તો ક્યારેક ખાડા ખાબોચિયામાં આ રીતે ત્યજી દેવામાં આવતા આ નવજાત શિશુને શારીરિક તથા માનસિક ઈજાઓ થાય છે અને ક્યારેક અહીં જ નવજાત શિશુ અંતિમ શ્વાસ લ્યે છે.

ખંભાળિયામાં આ પ્રકારની પ્રવૃત્તિઓ સામે દેવભૂમિ દ્વારકા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા નવતર પગલું હાથ ધરી અને ખંભાળિયાની સિવિલ હોસ્પિટલના ગેઈટ ખાસ પારણું મુકવામાં આવ્યું છે. આ “અનામી પારણા” (ઘોડિયા)માં કોઈપણ વ્યક્તિ પોતાના નવજાત શિશુને નોધારા છોડવાની બદલે આ પારણામાં મૂકી જાય તેવી અપીલ કરવામાં આવી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.