પંચમહાલ (ગોધરા)35 મિનિટ પહેલા
- કૉપી લિંક
ગોધરા શહેરના મામલતદાર કચેરી અને સરકારી જજ કોલોનીને અડીને એક સરકારી વસાહતની દીવાલ આવેલી છે અને હાલ તે દીવાલ નમી ગયેલી હાલતમાં હોવાના કારણે તેને એક લાકડાના સહારે ટેકો આપીને ઉભી રાખવામાં આવી છે. આ નમી ગયેલી દીવાલની આજુબાજુ ઘણી વખત અરજદારો ઉભા રહે છે. ત્યારે કોઈ દુર્ઘટના ન સર્જાય તેના સમાચાર દિવ્ય ભાસ્કર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. જેના ગણતરીના દિવસોમાં જ લાકડાના સહારે ઊભી રાખવામાં આવેલી દીવાલને તાત્કાલિક તોડી પાડવામાં આવી હતી.

પહેલા
ગોધરા શહેરમાં તાજેતરમાં તાલુકા સેવાસદનમાં મામલતદાર અને પ્રાંત કચેરી જેવી ઓફિસો કાર્યરત છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો સહિત શહેરી વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અરજદારો પોતાના કામ અર્થે સેવા સદન કચેરી ખાતે આવતા હોય છે. ત્યારે વહેલા મોડા થતાં તેઓ સામે લાકડાના સહારે ઊભી રાખવામાં આવેલી દીવાલની બાજુમાં બેસતા હોય છે. ત્યારે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે દિવ્ય ભાસ્કર દ્વારા સમાચાર પ્રસિદ્ધિ કરવામાં આવ્યા હતા. જેની ગણતરીના દિવસોમાં લાગતા વળગતા તંત્ર દ્વારા આ જોખમી દીવાલને તોડી નવીન દીવાલ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

પછી





