હિંમતનગર9 મિનિટ પહેલા
- કૉપી લિંક
- કોન્ટ્રાક્ટરે માટી ભરેલા ડમ્પરો હિંમતનગરના કાંકરોલની સીમ પાસે નાખતાં તલાટીની કાર્યવાહી
હિંમતનગરના કરણપુરમાં ચેકડેમ બનાવવાના ખોદકામનું કામ કરનાર કોન્ટ્રાક્ટર દ્વારા ડમ્પરો ભરી માટી હિંમતનગરના કાંકરોલ નજીક નાખી ગેરરીતી આચરવાનું બહાર આવ્યા બાદ તલાટીએ કામ અટકાવવા સરપંચને સૂચના આપી ઉચ્ચકક્ષાએ જાણ કરવા તજવીજ હાથ ધરતાં ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સમગ્ર વિગત એવી છે કે હિંમતનગરના કરણપુર ગામમાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત હિંમતનગરના કરણપુર ગ્રામ પંચાયતની દરખાસ્ત બાદ ગુહાઈ પેટા વિભાગ હિંમતનગર સિંચાઈ વિભાગ દ્વારા કરણપુર ચેકડેમ-2માંથી 5,000 ઘનમીટર જથ્થો કાઢવા પ્રતિ ઘન મીટર રૂપિયા 31.20 ના ભાવે 1.56 લાખની ટેન્ડર કિંમત સાથે આપવામાં આવ્યો હતો. આ ચેકડેમની માટી સ્થાનિક નિકાલ જ કરવાનો હતો.
પરંતુ આ માટી ડમ્પરો ભરીને હિંમતનગર કાકરોલ ગામની સીમ નજીક નાખવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો કોન્ટ્રાક્ટર દ્વારા વર્ક ઓર્ડરની શરતોનું ઉલ્લંઘન કરવા મામલે કરણપુર ગામના તલાટી કુંતલભાઇ પટેલે જણાવ્યું કે સરપંચને કામ બંધ કરાવવા સૂચના આપી દીધી છે અને સંલગ્ન વિભાગને સમગ્ર મામલે જાણ કરવામાં આવશે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સિંચાઈ વિભાગ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે.